Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાયલોટ પ્રોજેક્ટ : FSAS ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ,લાઇનોથી મુક્તિ મળશે:મહેસાણાના ખેડૂતો ઘેરબેઠાં મોબાઇલ એપથી ખાતરનું પ્રિ-બુકિંગ કરી શકશે

    8 hours ago

    ખેડૂતોને સબસિડીયુક્ત ખાતર સરળતાથી અને સમયસર મળી રહે તે માટે મહેસાણા જિલ્લામાં નવી ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ કરાયો છે. ભારત સરકારની ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ (FSAS) અંતર્ગત ખાતરના પ્રિ-બુકિંગ માટે ગુરુવારથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ વ્યવસ્થા હેઠળ ખેડૂતો હવે ઘરબેઠાં મોબાઇલ એપ્લિકેશન મારફતે નજીકની ખાતર દુકાન અથવા સહકારી મંડળીમાંથી જરૂરી ખાતરનું અગાઉથી બુકિંગ કરાવી શકશે. નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ના જણાવ્યા મુજબ, ખેડૂતોને સબસિડીયુક્ત ખાતરનું વિતરણ વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ વ્યવસ્થા અમલી બનાવાઇ છે. ખેડૂતો પોતાના મોબાઇલમાં Framework for Fertilizer Sale એપ્લિકેશન ડાઉનલોડ કરીને નજીકના ખાતર વિક્રેતા અથવા સહકારી મંડળીમાંથી જરૂરી ખાતરનું પ્રિ-બુકિંગ કરી શકશે. નવી વ્યવસ્થાથી ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા અંગે અગાઉથી માહિતી મળી શકશે. ખાતર ખરીદવા માટે દુકાનો અને સહકારી મંડળીઓમાં થતી ભીડ તેમજ લાંબી કતારોમાં ઊભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. સાથે જ ખાતરના વેચાણ અને વિતરણમાં પારદર્શિતા વધશે અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહેવામાં મદદ મળશે. જિલ્લાના ખાતર વિક્રેતાઓ અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને એપ્લિકેશનના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાક બદલાવનો ટ્રેન્ડ:નબળા ચોમાસા બાદ ઠંડીની મોડી શરૂઆતથી ખેતીનું ગણિત બદલાયું, રવિ વાવેતર 2167 હેક્ટર ઘટી શકે!
    Next Article
    5 દિવસમાં 19 સ્થળે આગના બનાવો:રોકેટ પડવાથી 2,000થી વધુ પૂળા સળગ્યા તો એક ગોડાઉનમાં સામાન બળી ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment