Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાક બદલાવનો ટ્રેન્ડ:નબળા ચોમાસા બાદ ઠંડીની મોડી શરૂઆતથી ખેતીનું ગણિત બદલાયું, રવિ વાવેતર 2167 હેક્ટર ઘટી શકે!

    8 hours ago

    મહેસાણા જિલ્લામાં ચાલુ 2026-27ની રવિ સિઝનમાં ખેડૂતોની પાક પસંદગીનો ટ્રેન્ડ બદલાતો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે નબળા ચોમાસા બાદ શિયાળાની ઠંડીની પણ નબળી શરૂઆત થઈ છે. હવામાનની આ સ્થિતિની અસર રવિ સિઝનના વાવેતર પર પડવાની શક્યતા છે. ગત વર્ષે જિલ્લામાં કુલ 1,84,300 હેક્ટરમાં રવિ વાવેતર થયું હતું. તેની સામે ચાલુ વર્ષે 1,82,133 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે. ગત વર્ષની સરખામણીએ કુલ વાવેતર 2,167 હેક્ટર ઘટવાની શક્યતા છે. જોકે કુલ વાવેતરમાં ઘટાડા વચ્ચે પાક પ્રમાણે ખેડૂતોની પસંદગીમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘાસચારાના વાવેતરમાં વધારો થવાનો અંદાજ છે, જ્યારે તમાકુના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. ઘાસચારાનું વાવેતર ગત વર્ષના 41,900 હેક્ટરથી વધીને 45,400 હેક્ટર થવાનો અંદાજ છે. એટલે તેમાં 3,500 હેક્ટરનો વધારો થશે. બીજી તરફ તમાકુનું વાવેતર ગત વર્ષે 23,900 હેક્ટર હતું, જે ચાલુ વર્ષે ઘટીને 19,800 હેક્ટર રહેવાનો અંદાજ છે. આમ, તમાકુના વાવેતરમાં 4,100 હેક્ટરનો ઘટાડો થવાની શક્યતા છે. જિલ્લાના મુખ્ય રવિ પાક એવા પિયત ઘઉં અને રાઈના વાવેતરમાં પણ ઘટાડો થવાનો અંદાજ છે. પિયત ઘઉંનું વાવેતર 68,200થી ઘટીને 67,433 હેક્ટર અને રાઈનું વાવેતર 23,800થી ઘટીને 22,933 હેક્ટર રહેવાની શક્યતા છે. કૃષિ નિષ્ણાતોના મતે, ઘઉં અને રાઈ જેવા પાકોના વાવેતર પર અસર થવાની શક્યતા ચાલુ રવિ સિઝનના વાવેતરના અંદાજમાં જોવા મળતો ફેરફાર ખેડૂતોની બદલાતી ખેતીની પસંદગી તરફ સંકેત કરે છે. નબળા ચોમાસા અને શિયાળાની ઠંડીની નબળી શરૂઆતને કારણે ઘઉં અને રાઈ જેવા પાકોના વાવેતર પર અસર થવાની શક્યતા છે. બીજી તરફ ઘાસચારાના વાવેતરમાં વધારો થવો એ પશુપાલન આધારિત ખેતીના મહત્વને દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    ઠંડીની ધીમે પગલે એન્ટ્રી:પારો 19 ડિગ્રી, 20 નવેમ્બરથી જોર વધશે
    Next Article
    પાયલોટ પ્રોજેક્ટ : FSAS ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ,લાઇનોથી મુક્તિ મળશે:મહેસાણાના ખેડૂતો ઘેરબેઠાં મોબાઇલ એપથી ખાતરનું પ્રિ-બુકિંગ કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment