Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 19-20 એપ્રિલે વરસાદની આગાહી:મહીસાગરમાં વાદળછાયા વાતાવરણથી ગરમીમાં રાહત

    1 week ago

    રાજ્યમાં હવામાન વિભાગે આગામી 19 અને 20 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન, 17 એપ્રિલે મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જ્યાં વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગ અનુસાર, 19 એપ્રિલે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા છે. જોકે, આગામી સાત દિવસ દરમિયાન મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય. મહીસાગર જિલ્લામાં આકાશમાં વાદળો છવાઈ જતાં આકરા તાપમાંથી લોકોને રાહત મળી છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. જોકે, આ બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. વાદળછાયા વાતાવરણ અને સંભવિત વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર કોર્ટ ખસેડવાના નિર્ણય સામે વકીલોનો રોષ:જોરાવર પેલેસથી જગાણા ખસેડવાની કવાયત સામે ધરણાં
    Next Article
    રાજકોટમાં EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ:મનપાના 9.85 લાખ સહિત 20.23 લાખ મતદારો, 1014 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment