Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામજનો સાથે સંવાદ:બરડાના માલધારીઓને 100 વારનો પ્લોટ અને કુટુંબદીઠ રૂ.15 લાખ સહાય અપાશે: કેન્દ્રીયમંત્રી

    18 hours ago

    પોરબંદરના સાંસદ અને કેન્દ્રીયમંત્રીએ બરડા પંથકના સાજણાવારા નેસ, હનુમાનગઢ અને રાણા કંડોરણા સહિતના ગામોમાં પ્રવાસ કરી પીવાના પાણી, રસ્તા અને ઘાસચારાના પ્રશ્નો ઉકેલવા સૂચના આપી હતી તેમજ બરડા ડુંગરમાં વસતા માલધારીઓને 100 વારનો પ્લોટ અને રૂ.15 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી. પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ રાણાવાવ તાલુકાના સાજણાવારા નેસ, હનુમાનગઢ, રાણા ખીરસરા, રાણા કંડોરણા તેમજ વાળોત્રા ગામોની રૂબરૂ મુલાકાત લઈને ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ લોકસંપર્ક દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સ્થાનિક નાગરિકોના પ્રાથમિક પ્રશ્નો અને વિવિધ રજૂઆતો સાંભળીને વિકાસકાર્યોને વેગ આપવા સંબંધિત વહીવટી અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ગ્રામજનોને સંબોધતાં મંત્રીએ જણાવ્યું હતું કે, બરડા ડુંગરના નેસડાઓમાં વસતા માલધારી પરિવારો વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. સરકાર સમક્ષ કરાયેલી સઘન રજૂઆતોના પગલે હવે તેમને સ્વૈચ્છિક પુનર્વસન માટે 100 વારનો રહેણાંક પ્લોટ અને કુટુંબદીઠ રૂ.15 લાખની આર્થિક સહાય આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેથી પશુપાલકો પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવી આત્મનિર્ભર બની શકે. આ પ્રવાસ દરમિયાન ધારાસભ્ય મુળુભાઈ બેરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણ ઓડેદરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલ કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, પ્રદીપ ખીમાણી તેમજ પ્રવીણ ઓડેદરા સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પાણી અને પશુઓના ઘાસચારાનું આગોતરું આયોજન‎ જિલ્લામાં ઓછા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ગ્રામજનોને પીવાના પાણીની કે પશુધન માટે ઘાસચારાની સહેજ પણ અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર અત્યારથી જ પૂરતું આગોતરું આયોજન કરવા સૂચના આપી હતી. સૌની યોજના અને વનવિભાગના પ્રશ્નોનો સ્થળ નિકાલ‎ ગામોની મુલાકાત વેળાએ ગ્રામજનો દ્વારા સૌની યોજનાનું પાણી છેવાડાના વિસ્તારો સુધી‎ પહોંચાડવા, આંતરિક રસ્તાઓનું સમારકામ તેમજ ફોરેસ્ટ વિભાગને લગતી મુશ્કેલીઓ‎ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. મંત્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓ સાથે‎ ચર્ચા કરી આ પ્રશ્નોનો સકારાત્મક અને ઝડપી ઉકેલ લાવવા આદેશ આપ્યા હતા.‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:બગવદરનું દિવ્ય સૂર્ય-રન્નાદે અને નવગ્રહ મંદિર: ભારતભરમાં અનોખું આસ્થા ધામ
    Next Article
    જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જાહેર કરાયું:19 અને 20 ઓક્ટોબરે નેશનલ હાઈવે પર ડાયવર્ઝન જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment