Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:બગવદરનું દિવ્ય સૂર્ય-રન્નાદે અને નવગ્રહ મંદિર: ભારતભરમાં અનોખું આસ્થા ધામ

    18 hours ago

    પોરબંદર નજીક આવેલા બગવદર ગામે ભારતનું એકમાત્ર એવું અદ્ભુત મંદિર આવેલું છે, જ્યાં સૂર્યદેવ અને રાંદલ માતાજી (રન્નાદેજી)ની મૂર્તિઓ સાથે બિરાજમાન છે. આ પૌરાણિક ધામમાં હનુમાનજીની પ્રાચીન મૂર્તિ પણ છે. 50 વર્ષ પહેલાં બી.એલ. જોશી ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ શરૂ કરાયું હતું, જે કામ 12 વર્ષ ચાલ્યું હતું. નવનિર્મિત સંકુલમાં સૂર્ય-રન્નાદે મંદિર ઉપરાંત નવગ્રહના અલગ-અલગ મંદિરો, તેમજ સૂર્યદેવના પુત્ર ધર્મરાજ અને યમુનાજીના મંદિરો પણ નિર્માણ પામ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે, પણ ખાસ કરીને રવિ, મંગળ અને ગુરુવારે રાંદલ માતાજીના લોટા તેડવાની વ્યવસ્થા હોવાથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. અહીં લોકો બાધા-આખડી પૂરી કરે છે. તાજેતરમાં એક બાળકના પેંડાથી તોલાણ (વજન) કરવામાં આવ્યું હતું. મંદિર સામે ઘાસથી આચ્છાદિત બે મોટા ચોગાન સાથેનો આધુનિક બગીચો અને બાલ ક્રીડાંગણ છે. બાજુમાં ઊંડો વોકળો હોવાથી શીતળ હવા મળે છે, જોકે આ વખતે દુષ્કાળથી તેમાં પાણી ઓછું છે. રવિવારે સૂર્ય-રાંદલનો વાર હોવાથી શહેરોમાંથી પણ સહેલાણીઓ આવે છે. મંદિર સામે વિશાળ પાર્કિંગ હોવાથી વાહનચાલકોને કોઈ તકલીફ પડતી નથી. વર્ષમાં બે વાર જોવા મળે છે સૂર્યકિરણોનો અલૌકિક નજારો આ મંદિરે એપ્રિલ અને ઓગસ્ટ મહિનામાં સૂર્યોદય થતાં જ સૂર્યનારાયણના સીધા કિરણો રાંદલ માતાજી અને સૂર્યદેવની મૂર્તિઓ પર પડે છે, જેને જોઈ દર્શનાર્થીઓ ભાવવિભોર થઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરમાંથી 200થી વધુ ખેલાડીઓ ટ્રાયલ્સમાં જોડાયા:15 સભ્યોની ટીમ કાશ્મીર અને રોહતક ખાતે રમવા જશે‎
    Next Article
    ગ્રામજનો સાથે સંવાદ:બરડાના માલધારીઓને 100 વારનો પ્લોટ અને કુટુંબદીઠ રૂ.15 લાખ સહાય અપાશે: કેન્દ્રીયમંત્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment