Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલમાં લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું:માજી કોર્પોરેટરે કહ્યું- અનેકવાર લેખિત તથા ઓનલાઈન ફરિયાદો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે

    6 घंटे पहले

    સુરતમાં એક તરફ 'જલ એ જીવન છે' અને 'પાણી બચાવો'ના નારા પોકારવામાં આવે છે, તો બીજી તરફ પાલ વિભાગીય વોર્ડ કચેરી પરિસરમાં આવેલી પાણીની ટાંકી છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર ઉભરાતી રહે છે. આ ટાંકી ઓવરફ્લો થવાથી લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી સીધું ગટરમાં વહી જાય છે, તેમ છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કાયમી ધોરણે વાલ્વ મેનેજમેન્ટ કે ઓવરફ્લો અટકાવવા માટે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પેટ્રોલ પંપની બહાર મુખ્ય પાણીની લાઈન છેલ્લા છ દિવસથી તૂટેલી હાલતમાં આ સ્થિતિ લાંબા સમયથી યથાવત હોવા છતાં અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહે છે અને ક્યારેય ફિલ્ડ વિઝિટ કે સ્થળ તપાસ કરવાની તસ્દી સુદ્ધાં લેતા નથી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે. આ જ વિસ્તારમાં પાલ નાયરા પેટ્રોલ પંપની બહાર મુખ્ય પાણીની લાઈન છેલ્લા છ દિવસથી તૂટેલી હાલતમાં છે અને તેમાંથી પાણી રસ્તા પર વહી રહ્યું છે, અગાઉ 16 જૂનના રોજ પણ આ જ લાઇન તૂટી હતી પરંતુ તંત્ર દ્વારા માત્ર ઉપરછલ્લી મરામત કરાતી હોવાથી વારંવાર લાઈનો ફાટે છે. 'અનેકવાર ફરિયાદો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે ' માજી કોર્પોરેટર ઉષાબેન પટેલ દ્વારા આ બંને જગ્યાએ થઈ રહેલા પાણીના વેડફાટ અંગે અગાઉ અનેકવાર લેખિત તથા ઓનલાઈન ફરિયાદો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને અરજીઓ પર કોઈ કાર્યવાહી થતી નથી. એકબાજુ સરકાર દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટીંગ જેવા જલ સંચયના અભિયાનો ચલાવાય છે, તો બીજી તરફ પાલિકાની નજર સમક્ષ પાણીનો બેફામ બગાડ થવો એ તંત્રની ઘોર નિષ્ક્રિયતા સાબિત કરે છે.
    Click here to Read More
    Previous Article
    'વ્યકિતગત લોકોના ઝભ્ભા પકડવા કરતા કમળ પકડવું સારું':ભાજપના સાંસદે કડીના રક્તદાન કેમ્પમાં આપેલા રાજકીય નિવેદનની ચર્ચા, કહ્યું- 'બટોગે તો કટોગે' યુપી માટે જ નથી
    Next Article
    થરાદમાં ટ્રેલરમાંથી 60,444 દારૂની બોટલો મળી:₹3.28 કરોડનો મુદ્દામાલ જપ્ત; જથ્થો કચ્છ લઈ જવાતો હતો, હળવદની પાર્ટીના કનેક્શનની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment