Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થરાદમાં ટ્રેલરમાંથી 60,444 દારૂની બોટલો મળી:₹3.28 કરોડનો મુદ્દામાલ જપ્ત; જથ્થો કચ્છ લઈ જવાતો હતો, હળવદની પાર્ટીના કનેક્શનની તપાસ

    6 घंटे पहले

    થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર પંજાબ પાસિંગના ટ્રેલરમાંથી દારૂની 60,444 બોટલો પકડી છે. દારૂ અને ટ્રેલર-કન્ટેનર સહિત રૂ. 3,28,75,385નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, જથ્થો કચ્છ લઈ જવાતો હતો. બાતમીના આધારે પોલીસે ટ્રેલર રોક્યું હતું. ચાલકે કન્ટેનર પર કસ્ટમનું સીલ હોવાનું કહી તેને ખોલવાની ના પાડી હતી. પોલીસને શંકા જતા સીલ ખોલીને તપાસ કરી હતી. ચોખાના કટ્ટા વચ્ચે દારૂ છુપાવેલો મળ્યો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 60,444 બોટલો કબજે કરી છે. અગાઉની પોલીસ વિગતો મુજબ, દારૂની કિંમત અંદાજે રૂ. 2.98 કરોડ હતી. ટ્રેલરમાંથી ભૂસાના 10 કટ્ટા, બે મેણિયાં, તૂટેલી સીલના બે નંગ અને અન્ય સામાન પણ મળ્યો હતો. આ કેસમાં પંજાબના બારનાલા જિલ્લાના તપામંડીમાં રહેતા 33 વર્ષના જગતારસિંહ નછતરસિંહ શકદેવસિહ શક્તિસિંહ મહેરની ધરપકડ કરાઈ છે. તેની સાથે રહેલા ક્લીનરની ઓળખ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તરીકે હોવાથી જાહેર કરાઈ નથી. થરાદના DYSP એસ.એમ. વારોતરિયાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો કચ્છ લઈ જવાતો હોવાનું જણાયું છે. હળવદની કોઈ પાર્ટીએ ચોખાના કટ્ટાની આડમાં દારૂ મંગાવ્યો હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. LCBના PSI કેસની તપાસ કરી રહ્યા છે. કન્ટેનર પરનું કસ્ટમનું સીલ અસલી હતું કે નકલી, તેની તપાસ માટે પોલીસે કસ્ટમ વિભાગને પત્ર લખ્યો છે. સીલ નકલી હોવાનું સામે આવશે તો ભારતીય ન્યાય સંહિતાની લાગુ પડતી કલમો ઉમેરાશે, તેમ DYSPએ જણાવ્યું હતું. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, કોણે મંગાવ્યો અને કોને પહોંચાડવાનો હતો, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાલમાં લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું:માજી કોર્પોરેટરે કહ્યું- અનેકવાર લેખિત તથા ઓનલાઈન ફરિયાદો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે
    Next Article
    જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર ઝડપાયા:અધેવાડા ગામ પાસે આવેલ મંદિર સામે જુગાર રમતાં ચાર શખ્સો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment