Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વ્યકિતગત લોકોના ઝભ્ભા પકડવા કરતા કમળ પકડવું સારું':ભાજપના સાંસદે કડીના રક્તદાન કેમ્પમાં આપેલા રાજકીય નિવેદનની ચર્ચા, કહ્યું- 'બટોગે તો કટોગે' યુપી માટે જ નથી

    6 hours ago

    કડી તાલુકાના કુંડાળ ગામના વતની અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલના 65મા જન્મદિવસની ઉજવણી માત્ર સેવાકીય કાર્ય પૂરતી સીમિત ન રહેતા કડીના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની છે. મંચ પરથી કાર્યકરોને એકતાનો પાઠ ભણાવતા તેમણે ટકોર કરી કે, 'વ્યક્તિગત લોકોના ઝભ્ભા પકડવા કરતાં કમળ પકડવું સારું' અને 'બટોગે તો કટોગે' સૂત્ર માત્ર યુપી પૂરતું સીમિત નથી. આ સાથે જ તેમણે PM મોદીનો સંદર્ભ ટાંકીને "કુછ મુખડો કી નારાજગી સે દર્પણ મરા નહીં કરતે" કહીને પક્ષમાં ચાલતી આંતરિક નારાજગી પર સૂચક પ્રહાર કર્યો હતો. એક તરફ આ વિશાળ સેવાયજ્ઞ સફળ રહ્યો હતો તો બીજી તરફ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રાજુ શુક્લા સહિતના દિગ્ગજોની હાજરીમાં જાહેર મંચ પરથી થયેલા રાજકીય નિવેદનોએ સ્થાનિક રાજકારણની નસ ટટોળી દીધી હતી. ‘વ્યક્તિના ઝભા પકડવા કરતાં કમળ પકડવું સારું’: સાંસદ રાજુ શુક્લા આ પ્રસંગ દરમિયાન સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રાજ્યસભાના સાંસદ રાજુ શુક્લાનું નિવેદન રહ્યું હતું. મંચ પરથી કાર્યકરોને સંબોધતા તેમણે એકતાનો પાઠ ભણાવ્યો હતો અને 'કડી એક જ છે' એવું પ્રદર્શિત કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાજકીય શિસ્ત અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાની વાત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, વ્યક્તિગત રીતે કોઈ નેતાના ઝભા પકડવા કરતાં કમળ પકડવું હંમેશાં સારું છે, કારણ કે વ્યક્તિ કરતાં વિચારધારા અને પક્ષનું મહત્ત્વ હંમેશાં વિશેષ રહે છે. આ સાથે જ તેમણે 'બટોગે તો કટોગે'ના નારાને માત્ર ઉત્તર પ્રદેશ પૂરતો સીમિત ન રાખતા તમામ માટે એક મોટો સંદેશ ગણાવ્યો હતો. PM મોદીના શેરનો ઉલ્લેખ કરી જૂથબંધી પર પ્રહાર આંતરિક નારાજગી મુદ્દે વાત કરતા સાંસદ રાજુ શુક્લાએ જણાવ્યું હતું કે, જો પાર્ટીમાં કે કાર્યકરો વચ્ચે કોઈપણ પ્રકારનું મનદુઃખ કે કડવાશ હોય તો તેને જાહેરમાં ચગાવવાને બદલે સંબંધિત વ્યક્તિના કાનમાં કહીને તેનું નિરાકરણ લાવવું જોઈએ, જેથી કાર્યકરોનો ઉત્સાહ જળવાઈ રહે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના સંદર્ભને યાદ કરતા તેમણે ટાંક્યું હતું કે, "કુછ મુખડો કી નારાજગી સે દર્પણ મરા નહીં કરતે," અર્થાત્ કોઈના ગમો-અણગમો કે નારાજગીથી અરીસાનું અસ્તિત્વ ક્યારેય ખતમ થતું નથી. આગામી સમયમાં પડઘા પડવાની ચર્ચા કાર્યક્રમમાં નીતિન પટેલ, વિનોદ પટેલ અને ખુદ રાજુ શુક્લા સહિતના અગ્રણીઓના અંગત ગમો-અણગમો હોવાની વાતનો પરોક્ષ ઉલ્લેખ કરીને તેમણે અંતે સૌને ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકે પક્ષની વિચારધારાને સમર્પિત રહેવા અપીલ કરી હતી. આમ, એક તરફ રક્તદાતાઓએ પોતાના શરીરમાંથી લોહી આપીને સેવાયજ્ઞ દીપાવ્યો હતો તો બીજી તરફ મંચ પરથી નેતાઓએ રાજકીય કડવાશ દૂર કરી એકસંપ રહેવાનો સંદેશ આપીને કડીના રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે કાર્યકરોની આ નારાજગી ખરેખર કાન સુધી જ સીમિત રહે છે કે પછી આગામી સમયમાં રાજકીય મંચો પર પણ તેના પડઘા સંભળાય છે.
    Click here to Read More
    Previous Article
    Vodafone Idea का ये Recharge Plan बचाएगा आपके पैसे, Jio-Airtel को टक्कर दे रहा ये रिचार्ज |Data Plan
    Next Article
    પાલમાં લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું:માજી કોર્પોરેટરે કહ્યું- અનેકવાર લેખિત તથા ઓનલાઈન ફરિયાદો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment