Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઇગરની ‘લગ જા ગલે’નું પુણે શેડ્યૂલ પૂર્ણ થયું:ફાયરિંગની ઘટના બાદ એક્ટર શૂટિંગ પરત ફર્યા હતા; ફિલ્મમાં જાહ્નવી પણ જોવા મળશે

    1 day ago

    ટાઇગર શ્રોફ અને જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ‘લગ જા ગલે’નું પુણે શેડ્યૂલ પૂર્ણ થઈ ગયું છે. તેની માહિતી ફિલ્મના હેર અને મેકઅપ આર્ટિસ્ટ સૌરવ રોયની પોસ્ટ પરથી મળી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ થયું હતું. ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, ટાઇગર 20 ઓક્ટોબરે ફિલ્મ ‘લગ જા ગલે’ના શૂટિંગ માટે સેટ પર પરત ફર્યા હતા. સૌરવ રોયે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ‘LJG Pune Wrap’ લખેલી ચોકલેટ કેકની તસવીર શેર કરી. તસવીરમાં ધર્મા પ્રોડક્શન્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જાહ્નવી કપૂરે સૌરવની પોસ્ટ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રિશેર કરી. ‘લગ જા ગલે’નું દિગ્દર્શન રાજ મહેતા કરી રહ્યા છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને જાહ્નવી કપૂર ઉપરાંત લક્ષ્ય લાલવાણી પણ જોવા મળશે. રાજ મહેતા આ પહેલાં ‘ગુડ ન્યૂઝ’, ‘જુગજુગ જિયો’ અને ‘સેલ્ફી’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે. આ પહેલાં મિડ-ડેના એક અહેવાલમાં સૂત્રના હવાલાથી જણાવાયું હતું કે 'લગ જા ગલે'ના નિર્માતાઓએ શૂટિંગનું સ્થળ ગુપ્ત રાખ્યું હતું. ટીમના કેટલાક ખાસ સભ્યો સિવાય કોઈને પણ સ્થળની જાણકારી આપવામાં આવી નહોતી. સૂત્રના જણાવ્યા અનુસાર, નિર્માતાઓ માટે ટાઇગરની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ હતી. ટાઇગર પોતે કામ પર પાછા ફરવા માગતા હતા. તેઓ નહોતા ઇચ્છતા કે આ ઘટનાને કારણે ફિલ્મના શૂટિંગ પર કોઈ અસર પડે. અહેવાલ મુજબ, ‘લગ જા ગલે’ મે 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર શ્રોફ છેલ્લે એ. હર્ષાની એક્શન થ્રિલર ફિલ્મ ‘બાગી 4’માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમની સાથે સંજય દત્ત, હરનાઝ સંધુ, સોનમ બાજવા, શ્રેયસ તલપડે, મહેશ ઠાકુર, સૌરભ સચદેવા અને ઉપેન્દ્ર લિમયે સહિત અન્ય કલાકારો હતા. સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જાહ્નવી કપૂર છેલ્લે તેલુગુ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’માં જોવા મળી હતી. ફિલ્મમાં તેમની સાથે રામ ચરણ પણ હતા. ‘પેડ્ડી’ 4 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના જડબામાંથી જીત ઝૂંટવી:U-19 એશિયા કપમાં નવમી વખત ભારત ચેમ્પિયન, એક વિકેટથી હરાવીને ધૂળ ચટાવી
    Next Article
    કદવાલમાં સંતોનું સન્માન કરાયું:બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સરપંચે સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment