Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના જડબામાંથી જીત ઝૂંટવી:U-19 એશિયા કપમાં નવમી વખત ભારત ચેમ્પિયન, એક વિકેટથી હરાવીને ધૂળ ચટાવી

    1 day ago

    ભારતે પાકિસ્તાનને અંડર-19 એશિયા કપ ફાઇનલમાં 1 વિકેટે હરાવી દીધું છે. શનિવારે અલ અમીરાતમાં ભારતે નવમી વખત આ ટુર્નામેન્ટ જીતી લીધી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી રહેલી પાકિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. ઉસ્માન ખાને 107 રન બનાવ્યા. તેણે 11 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા. અબ્દુલ કાદિરે 80 રનની ઇનિંગ રમી. ભારત તરફથી કાવ્ય પટેલે 4 અને સી. વેંકટે 3 વિકેટ લીધી. જવાબમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 341 રન બનાવીને જીત મેળવી લીધી. કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 80 રનની ઇનિંગ રમી. તેણે 5 ચોગ્ગા લગાવ્યા. આર્યવીર સેહવાગે 58 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા લગાવ્યા. છેલ્લી ઓવરમાં મોહિત ઉલ્વાએ ચોગ્ગો ફટકારીને જીત અપાવી. તેણે 26 બોલમાં નોટઆઉટ 49 રન બનાવ્યા. બંને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાણી, કાવ્ય પટેલ અને ચિગુરૂપતિ વેંકટ. પાકિસ્તાન (PAK): ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, રિઝવાનુલ્લાહ અને નિકાબ શફીક.
    Click here to Read More
    Previous Article
    एक फोन कॉल की मदद और युवक बन गया 'हत्यारा', 7 साल बाद जिंदा मिली महिला; घेरे में आई पुलिस
    Next Article
    ટાઇગરની ‘લગ જા ગલે’નું પુણે શેડ્યૂલ પૂર્ણ થયું:ફાયરિંગની ઘટના બાદ એક્ટર શૂટિંગ પરત ફર્યા હતા; ફિલ્મમાં જાહ્નવી પણ જોવા મળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment