Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના મકરાણી પાડામાં આંગણવાડી સામે ત્રણ દિવસથી કચરાના ઢગલા:ગટરનું પાણી બહાર આવતા આંગણવાડીના બાળકોમાં બીમારી ફેલાવાની ભીતિ;રહીશોએ નિયમિત સફાઈની માંગ કરી

    1 day ago

    જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલા મકરાણી પાડામાં આંગણવાડી સામે 3 દિવસથી કચરો પડ્યો છે, તેમજ ગટરનું પાણી પણ બહાર આવી રહ્યું છે. વિસ્તારમાં ફેલાયેલી ગંદકીના કારણે સ્થાનિક રહીશો પરેશાન છે અને આંગણવાડીમાં આવતા બાળકોમાં બીમારી ફેલાવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ડોર-ટુ-ડોર ગાડી નિયમિત ન આવતા ગંદકીની સમસ્યા વકરી સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરાની ગાડી નિયમિત આવતી નથી અને ક્યારેક ગાડી કચરો લીધા વિના જ પાછી જતી રહે છે. આ ઉપરાંત બહારના લોકો બાઈક અને અન્ય વાહનો પર આવીને આંગણવાડી પાસે કચરાની થેલીઓ નાખી જાય છે, છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેટર કે જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવતા નથી. તંત્રના કર્મચારીઓ માત્ર ફોટા પાડીને જતા રહેતા હોવાનો આક્ષેપ મકરાણી પાડાનાં રહીશ રોશને જણાવ્યું હતું કે આંગણવાડી સામે ગટર ઉભરાય છે અને 3 દિવસથી કચરો પડ્યો છે, પરંતુ તંત્રના કર્મચારીઓ માત્ર તપાસ કરીને અને ફોટા પાડીને જતા રહે છે. આંગણવાડીમાં 10થી 15 બાળકો અભ્યાસ માટે આવે છે, જેથી તેમણે નિયમિત સફાઈ, સીસીટીવી કેમેરા લગાવવા અને જાહેરમાં કચરો ફેંકનારાઓને દંડ કરવાની માંગ કરી છે. રહીશોએ મહાનગરપાલિકા પાસે ગટર સાફ કરવાની માંગ કરી સ્થાનિક રહીશ જાગૃતિ કછટીયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં કચરા અને પાણીની સમસ્યા લાંબા સમયથી છે, પરંતુ સફાઈ માટે કોઈ આવતું નથી અને રજૂઆત છતાં ઉકેલ આવ્યો નથી. રહીશોએ જામનગર મહાનગરપાલિકા પાસે કચરાના ઢગલા હટાવવા, ગટર સાફ કરવા અને જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    IND vs PAK U-19 એશિયા કપની ફાઈનલ રોમાંચક સ્થિતિમાં:ભારતને હવે 18 બોલમાં 30 રનની જરૂર, ગુજરાતના મોહિત ઉલ્વાની વિસ્ફોટક બેટિંગ; સ્કોર 309/9
    Next Article
    વલસાડના મોટા તળાવ કાંઠે છઠ પૂજાનું આયોજન:રવિવારે અસ્ત અને સોમવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય; 2,500 લોકો આવવાની ધારણા, પાલિકાએ સફાઈ, બોટ અને સુરક્ષાની વ્યવસ્થા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment