Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પ્લેનની ટિકિટ જેટલું રિક્ષા ભાડુ, મુસાફારો ખૂલ્લેઆમ લૂંટાયા:કાલુપુરથી શેલાના 2500 રૂપિયા, હડતાળની આડમાં રિક્ષાચાલકોની દાદાગીરી

    18 hours ago

    ઓલા, ઉબેર, રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના 3.70 રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન ઉગ્ર બન્યું છે. વારંવાર રજૂઆત છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અમદાવાદ રિક્ષાચાલક એકતા સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજથી 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. મધ્યરાત્રિથી શરૂ થયેલી હડતાળમાં યુનિયને 3 લાખ રિક્ષા અને 70 હજાર ટેક્સી ચાલકો જોડાશે તેવો દાવો કર્યો હતો, પરંતુ અનેક વિસ્તારોમાં વાહનો ચાલુ રહેતાં હડતાળને ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે. હડતાળને સફળ બનાવવા યુનિયનના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાણીપ બસ સ્ટેશન પાસે રિક્ષાચાલકે લાકડી સાથે આવીને મુસાફરોને અધ્ધવચ્ચે જ ઉતારી હડતાળમાં જોડાવા દબાણ કરતા વિવાદ થયો હતો. રિક્ષાચાલકો ગુંડાગીરી પર આવી જતા પોલીસ પણ દોડતી થઈ છે. તો બીજી તરફ હડતાળનો ફાયદો ઉઠાવી કેટલાક રિક્ષાચાલકો દ્વારા ગ્રાહકોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે. કાલુપુરથી શેલાના ₹400ની સામે ₹1200 ભાડું વસૂલ્યું કોર્પોરેટ કામથી મુંબઈથી અમદાવાદ આવતા ઓફિસર કાલુપુર રેલવે સ્ટેશને ઉતર્યા હતા. તેમને શેલા જવાનું હોવાથી પહેલાં ઓનલાઈન બુકિંગની ટ્રાય કરી પણ કોઈએ બુકિંગ લીધું નહીં. તેમને ખબર પડી કે રિક્ષા-ટેક્સીની હડતાળ છે. એટલે તેમણે સ્ટેશન બહાર ઉભેલા એક રિક્ષાચાલકને શેલા માટે પૂછ્યું તો તેણે ₹2500 ભાડું કહ્યું હતું. જોકે, ઓનલાઈન રિક્ષા બુકિંગમાં કાલુપુરથી શેલાનું ભાડું માત્ર ₹400 બતાવી રહ્યું હતું. બીજી, ત્રીજી, ચોથી એવી રીતે છ-સાત રિક્ષાચાલકોને પૂછી પૂછીને અંતે ₹1200 આપીને તેઓ શેલા પહોંચ્યા હતા. કાલુપુરથી પકવાન સર્કલના ₹250ની સામે ₹600 ભાડું વસૂલ્યું જ્યારે બીજા બનાવમાં વલસાડની એક સ્ટુડન્ટ હેતવી દેસાઈ કોલેજમાં પ્રોજેક્ટ સબમીશન હતું જેથી ત્રણ કલાક માટે તે વલસાડથી અમદાવાદ આવી હતી. કાલુપુર સ્ટેશને ઉતરી અને પકવાન સર્કલ પાસે કોલેજે જવાનું હતું. પહેલીવારમાં રિક્ષાચાલકે ₹1500 કહ્યા હતા. જોકે, ઓનલાઈન રિક્ષા બુકિંગમાં કાલુપુરથી પકવાન સર્કલનું માત્ર ભાડું ‌₹250 બતાવી રહ્યું હતું. રકઝક પછી ₹1200 રિક્ષાચાલક આવ્યો પણ ઓછા ન જ કર્યા. વિદ્યાર્થિની બીમાર હતી. તેને ચક્કર આવતાં હતાં. પ્રોજેક્ટ સબમીટ કરવો પણ ફરજિયાત હતો. અંતે તેણે ત્રણ-ચાર રિક્ષાચાલકોને વિનંતી કરી જોઈ. એક રિક્ષાવાળો ₹600માં તૈયાર થયો હતો. થ્રી ટાયર AC ટ્રેનના ભાડા કરતા બમણું રિક્ષાનું ભાડું આવા એકલ દોકલ નહીં, અનેક બનાવો છે. સંખ્યાબંધ મુસાફરો પરેશાન થયા છે. ટ્રેનમાં ગમે તેમ કરીને ઓછી ટિકિમાં પહોંચેલા મુસાફરોએ સેકન્ડ એસી કોચ જેટલો ભાવ રિક્ષાવાળાને આપવો પડ્યો હતો. જે કોર્પોરેટ ઓફિસર ટ્રેનમાં ₹1350 રૂપિયા ખર્ચીને થ્રી ટાયર એસીમાં આવ્યા, તેને રિક્ષાના ₹2500 સાંભળીને આંચકો લાગ્યો હતો. હડતાળને મિશ્ર પ્રતિસાદ, તસવીરો મુસાફર મણિબેને જણાવ્યું કે, અમને રિક્ષામાંથી અધવચ્ચે ઉતારી દેતા હવે ચાલીને કામ માટે જવું પડશે. ચાર દિવસ સુધી હડતાળ ચાલશે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અમે તો નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે મોંઘવારી ઓછી કરો. અમારો 10 હજાર પગાર છે, જેમાંથી રિક્ષાનું ભાડું કાઢીને નાખીએ તો કઈ બચતું નથી. બસમાં તો બેસવા માટે જગ્યા પણ મળતી નથી, જેથી સમયસર પહોંચવા માટે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. આટલી આવકમાં ઘર ચલાવવું કે બાળકોને ભણાવવા?:રિક્ષાચાલક રિક્ષાચાલક આશિષ ગામિતીએ જણાવ્યું કે, ઓનલાઇન એપ્લિકેશનમાં જે ગેરકાયદેસર ટુ-વ્હીલર ફરી રહ્યા છે, તેને બંધ ન કરાત અમારે માર સહન કરવો પડી રહ્યો છે. તેમજ સરકાર દ્વારા જે ભાડું નક્કી કરવામાં આવ્યું છે તે ઓનલાઇન એપ્લિકેશનમાં આપવામાં આવતું નથી. પૂરતું ભાડું ન મળતું હોવાથી રિક્ષા ચાલકોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ગેસના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો નથી. મીટર પ્રમાણે પેસેન્જર બેસવા તૈયાર નથીઃ ઇન્દ્રવિજયસિંહ અન્ય રિક્ષાચાલક ઇન્દ્રવિજયસિંહ વાઘેલાએ કહ્યું કે, પેસેન્જર કહે છે કે ઓનલાઇન એપ્લિકેશનના ભાડા પ્રમાણે આવો, પરંતુ તેમાં અડધા કરતાં પણ ઓછું ભાડું આપવામાં આવે છે. સરકારના નિયમ મુજબ ભાડું વધારી 20થી 25 રૂપિયા કરવામાં આવ્યું છે, ત્યારે ઓનલાઇન એપ્લિકેશનમાં માત્ર 10થી 12 રૂપિયા જ આપવામાં આવે છે. સરકારને જાણ કરવા છતાં સફેદ નંબર પ્લેટ વાળી ટુ-વ્હીલરને બંધ કરવામાં આવતા નથી. અમુક રિક્ષાચાલકોને સવારે હડતાળ શરૂ થશે એવું વિચારીને રિક્ષા ચલાવી રહ્યા છે, જેથી અમે તેમને શાંતિપૂર્વક ઉભા રાખી હડતાળમાં જોડાવા અપીલ કરી રહ્યા છીએ. અન્ય સ્થળોએથી આવેલા મુસાફરોને હાલાકી જ્યારે અન્ય વિસ્તારોમાંથી અમદાવાદ આવેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સાબરમતી રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી રિક્ષા કે ટેક્સી ન મળતા ચાલીને મેટ્રો સ્ટેશન સુધી જવા મજબૂર બન્યા છે. તો કેટલાક રિક્ષા ચાલકો હડતાલનો ફાયદો ઉઠાવી મુસાફરો પાસે વધુ પૈસા માંગી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. રાજસ્થાનના જોધપુરથી આવેલા મુસાફરે જણાવ્યું હતું કે, મારે નિરમા યુનિવર્સિટી જવાનું છે જ્યાં એક સેશન અટેન્ડ કરવાનું હતું. જેથી રિક્ષા ના મળતા પહોંચવામાં મોડું થઈ ગયું છે. જેથી કોઈ કારણ આગળ ધરીને ત્યાં નહીં પહોંચી શકું તેવું જણાવી દઈશ. હું સ્પેશિયલ સેશન માટે જ આવી છું અને ત્યાં પણ સમયસર પહોંચી શકી નથી. જો કે હવે નિરમા યુનિવર્સિટીમાંથી એક વિદ્યાર્થીને લેવા બોલાવ્યો છે. ‘મિટિંગમાં સમયસર પહોંચીશ કે નહીં તેની ખબર નથી’ જોધપુરથી આવેના નીતિન વર્માએ જણાવ્યું કે, હું વંદે ભારતમાં સાબરમતી સ્ટેશન આવ્યો છું. એક કલાકથી રિક્ષા કે ટેક્સીની રાહ જોઈને ઊભો છું છતાં વાહન મળ્યું નથી. અત્યારે ખૂબ હાલાકી પડી રહી છે. મિટિંગમાં સમયસર પહોંચીશ કે નહીં તેની ખબર નથી. બહારથી આવેલા લોકોને ભાડું કેટલું થાય તે ખબર હોતું નથી. જેથી અમુક રિક્ષા ચાલકો કહે છે અહીં મૂકી જઈશું ત્યાં મૂકી જઈશું તમે આટલા રૂપિયા આપી દેજો. યુનિયનની મુખ્ય માંગણીઓ અને સરકારને રજૂઆત ખાનગી એપ્લિકેશન કંપનીઓની અનિયંત્રિત નીતિઓને લીધે રિક્ષા-ટેક્સી ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું હોવાનો આક્ષેપ યુનિયનોએ કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલતી ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો અને સરકારના નિયત ધારાધોરણ મુજબ વાજબી ભાડાં નક્કી કરવાની મુખ્ય માંગણીઓ છે. આ મામલે ગત 27 ઓગસ્ટે ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ 28 ઓગસ્ટથી રિક્ષાઓ પાછળ વિરોધ દર્શાવતાં પોસ્ટર્સ લગાવી આંદોલન શરૂ કરાયું હતું, પરંતુ તંત્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં આખરે ચક્કાજામનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. સ્કૂલ વાહનોને બંધમાંથી મુક્તિ આ બંધને સફળ બનાવવા માટે યુનિયનના કાર્યકરો વિવિધ વિસ્તારોમાં તૈનાત રહી નિયમભંગ કરનારા ચાલકોને શાંતિપૂર્ણ રીતે સમજાવશે. ઈમરજન્સી સિવાય અન્ય તમામ સેવાઓ સ્થગિત રાખવાની અપીલ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓના અભ્યાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી બાળકોને ઘરેથી શાળાએ પહોંચાડવાની નિયમિત સેવાઓ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    457 વર્ષે દુનિયાનો નકશો બદલાયો:હવે ભારત મોટું દેખાશે, સરહદ મુદ્દે પાવર બતાવ્યો, અમેરિકાનાં પેટમાં તેલ રેડાયું, ગૂગલ મેપનું શું થશે? જાણો પાંચ ઇન્ટરેસ્ટિંગ વાત
    Next Article
    કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:ટંકારામાં બોલેરોમાંથી 1,248 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment