Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી હોટ શહેર:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, અંબાલાલની આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી

    1 day ago

    રાજ્યમાં માવઠાની આગાહીની વચ્ચે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતાં તેના પ્રભાવ હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં સતત ત્રીજા દિવસે રાજકોટ હોટ સિટી રહ્યું છે. રાજકોટ, અમદાવાદ, અમરેલીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો અકળાયા હતા. તો બીજી તરફ 26મી એપ્રિલે રાજ્યના સંભવિત તાપમાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ યાજ્ઞિકે કરેલી આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી દીધી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ મુજબ અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 26 એપ્રિલ સુધી રાજ્યમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને હાલની ગરમી યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતાં તેના પ્રભાવ હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, આજે અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. આગામી 26 એપ્રિલ સુધી રાજ્યમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને હાલની ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં ગરમી યથાવત્, 41°C મહત્તમ તાપમાન રહેશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે જ ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાશે. અમદાવાદ શહેરમાં તાપમાન આશરે 41 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા છે, જેના કારણે ગરમીનો માહોલ યથાવત્ રહેશે. અત્યારે અમદાવાદમાં ગરમીનો પારો વધતા લોકોએ રસ્તા પરથી ટુ-વ્હીલર ચાલકોને મોઢે રૂમાલ અને દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. 26મી એપ્રિલે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની આગાહી હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 21થી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ મતદાનના દિવસે ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યના વિવિધ ઝોનમાં મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહેશે. સૌરાષ્ટ્રમાં 38થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચોઃ હિટવેવની શક્યતાના પગલે જિલ્લા-તાલુકાની હોસ્પિટલોમાં 'હિટ વોર્ડ'નો પ્રારંભ ગરમી વચ્ચે વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે અલગ-અલગ રણનીતિ અપનાવી છે. ભાજપ દ્વારા મતદારોને વહેલી સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ મતદાન મથકો પર છત્રી, ઠંડુ પાણી અને ORS જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ મતદારોમાં ઉત્સાહ અને આક્રોશને મતપેટી સુધી પહોંચાડવા માટે પરિવહન, પાણી અને છાશ જેવી સુવિધાઓ સાથે સિનિયર સિટિઝન માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી પણ ગરમી વચ્ચે મતદાનને લોકશાહીનો ઉત્સવ ગણાવીને લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. ખાસ કરીને વડીલો અને બીમાર મતદારો માટે સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ સાથે પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પાર્ટીનું માનવું છે કે ગરમી થોડા સમય માટે હોય છે, પરંતુ મતનો પ્રભાવ પાંચ વર્ષ સુધી રહેવાનો છે. એક દિવસ ગરમી સહન કરી મતદારોએ મતદાન કરવું જોઈએ આ રીતે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમી એક મોટો મુદ્દો બની છે અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે સેમિ-ફાઇનલ મનાતી આ ચૂંટણીમાં દરેક પક્ષ વધુમાં વધુ મતદાન થાય તે માટે પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યો છે. અંતે, નાગરિકોને અપીલ છે કે, ગરમીની પરવા કર્યા વગર લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ 100 ટકા મતદાન કરો. આજે રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી શકે હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજકોટનું 43°C, અમદાવાદનું 41°C, સુરતનું 38°C, વડોદરાનું 42°C, ગાંધીનગરનું 40°C, ભાવનગરનું 38°C, અમરેલીનું 42°C, ભૂજનું 39°C અને ડીસાનું 40°C મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. રાજકોટ 43 ડિગ્રી તાપમાન સાથે અંગભઠ્ઠી બને તેવી પૂરી શક્યતા છે, તો લોકોએ કામ વગર બહાર ન નીકળવું. આગામી સાત દિવસમાં રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢના રાજનાંદગાંવમાં તાપમાન 45°C, છત્તીસગઢ-ઓડિશા-ઝારખંડમાં રાત્રે લૂની એલર્ટ દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યો અને મધ્ય ભારતમાં ભીષણ ગરમીનો દોર શરૂ થઈ ગયો છે. શનિવારે છત્તીસગઢના રાજનાંદગાંવ અને મહારાષ્ટ્રના વર્ધામાં તાપમાન 45°C નોંધાયું. દેશના 10 સૌથી ગરમ શહેરોમાં યુપીનું બાંદા 44.6, તેલંગાણાનું આદિલાબાદ 44.3, મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી 44.2 અને મધ્ય પ્રદેશનું રતલામ 44°C પણ સામેલ હતું. રાજસ્થાન, યુપી, મધ્ય પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના ઘણા શહેરોમાં તાપમાન 43°Cથી વધુ રહ્યું. એટલે કે મે મહિના પહેલા જ તાપમાનમાં જબરદસ્ત વધારો થઈ ગયો છે. હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડમાં આજે રાત્રે પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    આશા ભોસલેના અસ્થિ ગંગામાં વિસર્જિત:દીકરાએ કાશીમાં પિંડદાન કર્યું, પૌત્રી ઝનાઈએ કહ્યું- 'દાદીની અંતિમ ઇચ્છા હતી'
    Next Article
    યસ બેન્કના મેનેજર અને પર્સનલ બેન્કર સહિત ત્રણની ધરપકડ:સાયબર માફિયાઓ સાથે મળી કમિશન મેળવતા, આરોપી મૌલિકે લાલા પાસેથી આઈફોન ગિફ્ટમાં લીધો; ફ્રોડનો આંક 2500 કરોડને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment