Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશા ભોસલેના અસ્થિ ગંગામાં વિસર્જિત:દીકરાએ કાશીમાં પિંડદાન કર્યું, પૌત્રી ઝનાઈએ કહ્યું- 'દાદીની અંતિમ ઇચ્છા હતી'

    10 hours ago

    બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર આશા ભોસલેના નિધન બાદ સોમવારે તેમના દીકરા આનંદ ભોસલે અને પૌત્રી ઝનાઈ ઉત્તર પ્રદેશના કાશી ખાતે પહોંચ્યાં હતાં. અસ્સી ઘાટથી હોડી દ્વારા ગંગામાં જઈને તેમણે આશા ભોસલેની અસ્થિઓનું વિસર્જન કર્યું. અસ્થિ વિસર્જન દરમિયાન પૌત્રી ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. પૌત્રી ઝનાઈએ કહ્યું, 'દાદી આશા ભોસલેએ મૃત્યુ પહેલા કાશીમાં પોતાના અસ્થિ વિસર્જન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.' નોંધનીય છે કે, 12 એપ્રિલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેનું નિધન થયું હતું. 'માતાનો ભગવાન શિવ સાથે અતૂટ સંબંધ હતો' દીકરા આનંદ ભોસલેએ કહ્યું, 'માતા જીવનમાં ફક્ત એક જ વાર કાશી આવ્યાં હતાં પરંતુ તેમનો ભગવાન શિવ સાથે અતૂટ સંબંધ હતો. તેમની જ અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે આજે અમે અહીં અસ્થિઓ લઈને આવ્યા હતા અને તેમનું પિંડદાન પણ કર્યું છે.' ત્યારબાદ દીકરો આનંદ અને પૌત્રી ઝનાઈ ભોસલે મુંબઈ પાછા ફર્યા. ઝનાઈએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી આશા ભોસલેના નિધન પછી ઝનાઈ ભોસલેએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેણે દાદીને પોતાના સૌથી સારી મિત્ર અને જીવનનો મહત્વનો ભાગ ગણાવ્યાં. ઝનાઈએ લખ્યું કે, 'હવે મને સમજાતું નથી કે હું કોની સાથે સવારે ચા પીશ કે પોતાના મજાક શેર કરીશ.' તેણે લખ્યું કે, ‘હું માનું છું કે મારા દાદી હંમેશા મારી સાથે રહેશે અને એક દિવસ ફરીથી મને ગળે લગાવવા પાછા ફરશે. આશા ભોસલે માત્ર એક મહાન કલાકાર જ નહીં, પરંતુ મારા માટે જીવન અને ખુશીઓની ઓળખ હતાં.’ સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય આજે હંમેશ માટે પોઢી ગયો છે. આશા ભોસલે.. આ માત્ર એક નામ નથી, પણ એવો જાદુઈ અવાજ છે જેણે સાત દાયકા સુધી સરહદો અને પેઢીઓના બંધન તોડી દરેકના દિલ પર રાજ કર્યું છે. 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર આશાતાઈની સફર કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. સાત પેઢીને પોતાના તાલે નચાવનાર આશાતાઈએ પિતાની છત્રછાયા ગુમાવવાથી લઈને પ્રેગ્નન્સીમાં ઘરની બહાર કાઢી મુકવા સુધીના અનેક કડવા ઘૂંટડા પીધા હતા. આજે જ્યારે આ સૂરીલો અવાજ શાંત થઈ ગયો છે, ત્યારે આવો જાણીએ આશા ભોસલેના જીવનની એ અજાણી કહાની. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    South Korea President India Visit: भारत-दक्षिण कोरिया के बीच हुए कई समझौते। India-South Korea CEPA
    Next Article
    રાજ્યમાં સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી હોટ શહેર:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, અંબાલાલની આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment