Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસાવદર બેઠક પર લેઉઆ પટેલ સમાજની સ્થાનિક ઉમેદવારની માંગ.:વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને લેઉઆ પટેલ સમાજે સ્થાનિક નેતાને જ ટિકિટ આપવા માટે પ્રબળ માંગ

    7 hours ago

    ​વિસાવદર બેઠક પર આગામી વિધાનસભા ચૂંટણીને લઈને લેઉઆ પટેલ સમાજ દ્વારા સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માગણી જોરશોરથી કરવામાં આવી રહી છે. સામાજિક આગેવાન બિપિન રામાણીએ જણાવ્યું હતું કે, વિસાવદરની આ બેઠક વર્ષોથી લેઉઆ પટેલ સમાજની પરંપરાગત સીટ રહી છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં કેશુભાઈ પટેલ, કુંવરજીભાઈ ભેસાણીયા, હરદાબાપા ઠુમ્મર, પોપટભાઈ રામાણી, કનુભાઈ ભાલાડા અને હર્ષદભાઈ જેવા સક્ષમ અને પરંપરાગત આગેવાનો ધારાસભ્ય રહી ચૂક્યા છે, જેઓ હંમેશાં પોતાના જ વિસ્તારના રહ્યા છે. ​પરંતુ, છેલ્લી ચૂંટણી દરમિયાન સમાજના લોકોને એવું અનુભવાયું હતું કે આપણું પ્રતિનિધિત્વ ઓછું થઈ રહ્યું છે. આ બાબતે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસોમાં અને સમાજ સ્તરે ગંભીર ચિંતન કરવામાં આવ્યું હતું કે કોઈપણ પક્ષ હોય, પરંતુ જો આપણા આગેવાનો અને સમાજને યોગ્ય ન્યાય મળતો ન હોય તો તેના માટે સમાજે જાતે જ આગળ આવવું પડશે. આગામી સમયમાં લેઉઆ પટેલ સમાજની અલગ-અલગ સમિતિઓ સાથે બેઠકો યોજાશે અને સમિતિઓના આગેવાનો દ્વારા ચર્ચા કરીને ચૂંટણીલક્ષી રાજનીતિ નક્કી કરવામાં આવશે. ​આગામી 2027 ની વિસાવદર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો સમક્ષ પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને એક સમાન માંગણી મૂકવામાં આવી છે. આ મુખ્ય માંગણી એ છે કે કોઈપણ પક્ષ દ્વારા વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવતા સ્થાનિક ગામની જ યોગ્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવે, જેથી સ્થાનિક જનતાને તેમનું સાચું અને પ્રભાવશાળી લોકલ પ્રતિનિધિત્વ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીથી લાભ પાંચમ સુધી ગોધરામાં 12 ઇમરજન્સી કોલ મળ્યા:ગત વર્ષની સરખામણીએ ફાયર વિભાગના કેસમાં બમણો વધારો;12 કોલમાંથી 11 આગના બનાવ
    Next Article
    ભરૂચના જૂના બોરભાઠા બેટમાં APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:આહીર સમાજ આયોજિત ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની 36 ટીમોએ ભાગ લીધો; યુવાનોને વ્યસનોથી દૂર રાખવાનો હેતુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment