Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીથી લાભ પાંચમ સુધી ગોધરામાં 12 ઇમરજન્સી કોલ મળ્યા:ગત વર્ષની સરખામણીએ ફાયર વિભાગના કેસમાં બમણો વધારો;12 કોલમાંથી 11 આગના બનાવ

    6 घंटे पहले

    પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં દિવાળીથી લાભ પાંચમ સુધીના 1 સપ્તાહમાં ફાયર વિભાગને 12 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફાયર વિભાગના કેસ બમણા નોંધાયા છે. ફાયર વિભાગની ટીમે 8 નવેમ્બર દિવાળીથી 14 નવેમ્બર લાભ પાંચમ સુધી સતત ફરજ બજાવીને વિવિધ ઘટનાઓમાં કામગીરી કરી હતી. એક સપ્તાહમાં કારમાં આગ સહિત કુલ 11 આગના બનાવ બન્યા તહેવારોના આ સમયગાળા દરમિયાન ગોધરા ફાયર વિભાગમાં નોંધાયેલા કુલ 12 ઇમરજન્સી કોલમાંથી 11 બનાવ આગ લાગવાના હતા. આ બનાવોમાં કારમાં આગ લાગવાની ઘટના સહિતના અન્ય સ્થળોએ આગ લાગવાના બનાવો સામેલ હતા, જેના પર ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને કાબૂ મેળવ્યો હતો. હોટલની લિફ્ટમાં ફસાયેલા 4 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું આ ઉપરાંત 1 બનાવમાં ગોધરા-દાહોદ રોડ પર આવેલી પતંગ કાઠિયાવાડી હોટલની લિફ્ટમાં 4 લોકો ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને લિફ્ટમાં ફસાયેલા ચારેય લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, અને આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
    Click here to Read More
    Previous Article
    'માફી'ના નાટક પાછળ મોતનો ખેલ:અશ્વિનીકુમારમાં યુવકની હત્યા કરનાર 3 અમરોલીથી દબોચાયા, ગાડી ચલાવવાની સામાન્ય બોલાચાલીમાં મર્ડર
    Next Article
    વિસાવદર બેઠક પર લેઉઆ પટેલ સમાજની સ્થાનિક ઉમેદવારની માંગ.:વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને લેઉઆ પટેલ સમાજે સ્થાનિક નેતાને જ ટિકિટ આપવા માટે પ્રબળ માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment