Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરોલીમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં રવિવારની રજા મુદ્દે હજારો કામદારોની હડતાળ:3 મોટા ઔદ્યોગિક વિસ્તારમાં કામકાજ ઠપ્પ, ટેક્સટાઇલ ઉત્પાદનને મોટો ફટકો પડવાની ભીતિ, પોલીસ કાફલો તહેનાત

    21 hours ago

    સુરતના કાપડ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન એમ્બ્રોઇડરી સેક્ટરમાં આજે (16 ઓગસ્ટ) વહેલી સવારથી હજારો કારીગરોએ એકસંપ થઈ કામકાજ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. મહિના દરમિયાન એકપણ નિયમિત રજા મળતી ન હોવાથી કામદારોમાં લાંબા સમયથી ભભૂકતો રોષ આજે આંદોલનના સ્વરૂપમાં બહાર આવ્યો હતો. ત્રણ મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં કામકાજ ઠપ્પ અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ જીઆઇડીસી તેમજ સચિન જીઆઇડીસી સહિતના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોએ એકઠા થઈ મશીનો સંપૂર્ણપણે બંધ કરાવી દીધા હતા. કારીગરોનું કહેવું છે કે સતત અવિરત કામના બોજ હેઠળ શારીરિક અને માનસિક થાક અનુભવાય છે, જેથી તેને અન્ય ક્ષેત્રોની જેમ દર રવિવારે ફરજિયાત સાપ્તાહિક રજા મળવી જ જોઈએ. સત્તાવાર નિર્ણય સુધી લડત ચાલુ રાખવાની ચીમકી હડતાળ પર ઉતરેલા કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી એસોસિએશન કે કારખાનેદારો રવિવારની સાપ્તાહિક રજા અંગે સત્તાવાર લેખિત નિર્ણય નહીં આપે, ત્યાં સુધી કામ પર પરત ફરશે નહીં. હજારો કારીગરોના આંદોલનથી સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉત્પાદન પર સીધી અને વ્યાપક અસર પડવાની શક્યતા છે. પોલીસનો મોટો કાફલો તહેનાત કરી દેવાયો વેદાંત ઇન્ડસ્ટ્રીઝ ખાતે કારીગરોના વિરોધ પ્રદર્શનને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સહિત ક્રાઇમ બ્રાન્ચ, SOG અને PCBની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિરોધ કરી રહેલા કારીગરો સાથે સીધી વાતચીત કરી મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મંગળવારે વેપારીઓ, અધિકારીઓ અને કારીગરોની બેઠક વિવાદના સુખદ ઉકેલ માટે પોલીસ અધિકારીઓ, વેપારીઓ અને કારીગરો વચ્ચે મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ જ આખરી નિર્ણય લેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. ત્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કારીગરોને હાલ પૂરતી હડતાળ સમેટી લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરામાં રીઢો તસ્કર ઝડપાયો:LCBએ ₹10.06 લાખના મુદ્દામાલ સાથે 4 ગુના ઉકેલ્યા
    Next Article
    Air India Express Flyer's Gun Goes Off At Varanasi Airport, 2 Security Staffers Injured

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment