Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં રીઢો તસ્કર ઝડપાયો:LCBએ ₹10.06 લાખના મુદ્દામાલ સાથે 4 ગુના ઉકેલ્યા

    20 hours ago

    નવસારી LCBને બીલીમોરા વિસ્તારમાં બંધ મકાનોમાં ચોરી કરતી ગેંગ સામે મોટી સફળતા મળી છે. પોલીસે એક રીઢા તસ્કરને ઝડપી પાડી ₹10.06 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 ઘરફોડ ચોરીના ગુના ઉકેલાયા છે. આરોપી અરીફુદ્દીન ઉર્ફે અરીફ ઝહીરૂદ્દીન કાસમુદ્દીન સૈયદને બીલીમોરા-દેવસર રોડ, ધકવાડા ત્રણ રસ્તા પાસેથી નંબર પ્લેટ વગરની ચોરીની સ્પેલન્ડર બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. DySP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, આરોપી અરીફ દિવસ દરમિયાન ફ્રૂટ વેચવાની લારી લઈને સોસાયટીઓમાં ફરતો હતો અને બંધ મકાનોની રેકી કરતો હતો. રાત્રિના સમયે તે ચોરી કરેલી બાઇકની નંબર પ્લેટ હટાવીને ચોરી કરવા પહોંચતો હતો. તે મકાનની બારીની ગ્રીલ તોડી, સ્લાઇડર ખસેડી કે મુખ્ય દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશી કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ ₹10,06,030/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 76.14 ગ્રામ વજનની 3 સોનાની લગડીઓ (કિંમત ₹8,56,030/-), ₹50,000/- રોકડા, 1 મોબાઈલ ફોન (કિંમત ₹80,000/-) અને 1 ચોરીની મોટરસાયકલ (કિંમત ₹20,000/-) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી, ગણદેવી, વાંસદા, ચીખલી અને બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ચોરી તથા ઘરફોડ ચોરીના કુલ 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી અન્ય ગુનાઓના ભેદ ઉકેલવા તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કે.પી. સ્વામીને દુષ્કર્મના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી:મહિલા અને તેના પતિ સહિત ત્રણ લોકોએ 5 કરોડની ખંડણી માગતા પોલીસ ફરિયાદ
    Next Article
    અમરોલીમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં રવિવારની રજા મુદ્દે હજારો કામદારોની હડતાળ:3 મોટા ઔદ્યોગિક વિસ્તારમાં કામકાજ ઠપ્પ, ટેક્સટાઇલ ઉત્પાદનને મોટો ફટકો પડવાની ભીતિ, પોલીસ કાફલો તહેનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment