Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:ભૂંડ પકડવાની જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે સંત સવૈયાનાથ ટાઉનશીપ પાસે સશસ્ત્ર હુમલો : 5 ઘાયલ

    4 days ago

    શહેરના વઢવાણ વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને બે પક્ષો વચ્ચે મારમારી થઇ હતી. તલવાર અને લોખંડના પાઈપ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરતા બંને પક્ષોના અંદાજે 5 લોકોને ઇજાઓ થઇ હતી. અને સામસામી ફરિયાદોમાં બી-ડિવીઝન પોલીસ મથકે 8 શખસો સામે ગુનો નોંધાયો હતો. શેરસીંગ ઈશ્વરસીંગ ટાંક તેમના ભત્રીજા અને પુત્ર સાથે ગાડીમાં તા. 29 એપ્રિલના રોજ વહેલી સવારે જઈ રહ્યા હતા. આ સમયે મોંધીબેન છાત્રાલય પાછળ સંત સવૈયાનાથ ટાઉનશીપના ગેટ પાસે સામેથી એક પીકઅપ ગાડીએ તેમની ગાડીને ટક્કર મારી ઊભી રાખી દીધી હતી. ગાડીમાંથી પાંચ શખસો હથિયારો સાથે ઉતરી આવ્યા હતા અને હવે તું ઘામાં આવ્યો છે તેમ કહી હુમલો શરૂ કર્યો હતો. આરોપી કાલીસીંગ ભાટીયાએ તલવારથી ફરિયાદીના માથા અને અંગૂઠાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓ શેટ્ટીસીંગ ભાટીયા, રાજુસીંગ ટાંક, રવિન્દ્રસીંગ અને શેરસીંગ કિશનસીંગે લાકડી અને લોખંડના પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. હુમલાખોરોએ આયાસીંગ નામના વ્યક્તિને પણ માથામાં પાઈપ મારી ગંભીર ઈજા કરી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો પોતાની પીકઅપ ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા. આ બનાવમાં કાલીસીંગ ભાટીયા, શેટ્ટીસીંગ ઉર્ફે મનવરસિંહ, રાજુસીંગ ટાંક, રવિન્દ્રસીંગ ભાટીયા અને શેરસીંગ કિશનસીંગ ભાટીયા સામે ગુનો નોંધાયો હતો. જ્યારે સામે પક્ષે કાલીસીંગ ઉર્ફે કાલી શેરસીંગ ભાટીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 29-4-2026૬ના રોજ વહેલી સવારે તેઓ પોતાના પિતા, ભાઈ અને ભત્રીજા સાથે પીકઅપ ગાડી લઈને ભૂંડ પકડવા જઈ રહ્યા હતા આ દરમિયાન સામેથી આવતી એક ટાટા યોદ્ધા ગાડીના ચાલકે તેમની ગાડીને અચાનક ટક્કર મારી હતી. ગાડી અથડાયા બાદ આરોપી માનસીંગ રાજુસીંગ ટાંક છરી સાથે અને આયાસીંગ પટવા લાકડાના ધોકા સાથે નીચે ઉતર્યા હતા, આરોપીઓએ જૂની અદાવતનું મનદુખ રાખી ફરિયાદીના હાથમાં છરીનો ઘા ઝીંક્યો હતો. જ્યારે તેમના પિતા શેરસીંગને સાથળના ભાગે છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, લાકડાના ધોકા વડે ફરિયાદીના મોટાભાઈ અને ભત્રીજાને પણ માર મારવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં આ મામલે સુરેન્દ્રનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનસીંગ રાજુસીંગ ટાંક, કરનેલસીંગ રાજુસીંગ ટાંક, શેરસીંગ ઈશ્વરસીંગ ટાંક અને આયાસીંગ તીરથસીંગ પટવા સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સૌનો સાથ આપણો વિકાસ:મનપામાં BJPને પેનલ ટુ પેનલ મત ન મળ્યાં‎ઉમેદવારને મળેલા વોટમાં 1100નો તફાવત‎
    Next Article
    અકસ્માત:ધ્રાંગધ્રા નારીચાણા રોડ પર બાઇકની‎આડે ભુંડ આવતા એએસઆઈનુ મોત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment