Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના જૂના બોરભાઠા બેટમાં APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:આહીર સમાજ આયોજિત ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની 36 ટીમોએ ભાગ લીધો; યુવાનોને વ્યસનોથી દૂર રાખવાનો હેતુ

    7 hours ago

    જૂના બોરભાઠા બેટમાં APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા બેટ ગામે લાભ પાંચમના દિવસે આહીર સમાજની APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના વિવિધ ગામો અને શહેરોની કુલ 36 ટીમોએ ભાગ લીધો છે, જેઓ આગામી 15 દિવસ સુધી ક્રિકેટ મેચ રમશે. યુવાનોમાં એકતા વધારવા અને વ્યસનમુક્તિ માટે દર વર્ષે આયોજન આહીર સમાજના યુવાનો એકબીજાના પરિચયમાં આવે, સમાજમાં એકતા અને ભાઈચારો વધે તેમજ યુવાનો વ્યસનોથી દૂર રહી રમતગમત તરફ વળે તે હેતુથી દર વર્ષે અલગ-અલગ ગામોમાં આ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે ટુર્નામેન્ટનું આયોજન જૂના બોરભાઠા બેટ ખાતે કરવામાં આવ્યું છે. સમાજના આગેવાનો અને સરપંચની હાજરીમાં ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ દિનેશ આહીર, જૂના બોરભાઠા બેટના સરપંચ પંકજ પટેલ, ઉપસરપંચ દીપક પટેલ અને સમાજના આગેવાનોની હાજરીમાં થયો હતો. આ પ્રસંગે ધીરજ આહીર, ઈશ્વર ખોડા આહીર, બાલુ આહીર, નટુ આહીર, કેશવ આહીર અને કરસન આહીર સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, જેમણે રમતગમતની સાથે યુવાનોમાં સંગઠન, એકતા અને પરસ્પર આત્મીયતા વધે તેવો આશય વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિસાવદર બેઠક પર લેઉઆ પટેલ સમાજની સ્થાનિક ઉમેદવારની માંગ.:વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને લેઉઆ પટેલ સમાજે સ્થાનિક નેતાને જ ટિકિટ આપવા માટે પ્રબળ માંગ
    Next Article
    US Woman Got Her First Passport At 91, Now At 96, She Has Visited All Seven Continents

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment