Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમે જણસીના શ્રી ગણેશ:દિવાળીની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડમાં પાંચમના શુભ મુહૂર્તે હરાજી, સોયાબીન સહિતની કૃષિ જણસોની વિપુલ આવકથી યાર્ડ ધમધમ્યું

    8 hours ago

    ​દિવાળીના તહેવારોની એક અઠવાડિયાની લાંબી રજાઓ પૂર્ણ થયા બાદ, જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાચમના પાવન અવસરે ખેડૂતો દ્વારા પોતાની ખેતપેદાશો વેચાણ અર્થે લાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને ઉત્સાહભેર હરાજી યોજાઈ હતી. ​હરાજીની શરૂઆતમાં સોયાબીનના પહેલા ઢગલાના ભાવ 1,725 જુનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં સોયાબીન, તુવેર, ધાણા, ચણા, ઘઉં, અડદ અને મગફળી જેવી તમામ જણસોની ખૂબ જ સારા પ્રમાણમાં આવક થઈ હતી. ખાસ કરીને સોયાબીનની આશરે 15,000 કટ્ટાની આવક નોંધાઈ હતી અને હરાજીની શરૂઆતમાં સોયાબીનના પહેલા ઢગલાના ભાવ 1,725 રૂપિયા (પ્રતિ 20 કિલો) સુધી જોવા મળ્યા હતા, જે ખેડૂતો માટે ખૂબ જ ઉત્સાહજનક છે. આ ઉપરાંત, મિડિયમ અને નબળી ગુણવત્તાવાળા સોયાબીનના ભાવ પણ 1,400 રૂપિયાથી ઉપર મળ્યા હતા, જ્યારે મગફળીની 7થી 8,000 ગુણી અને ઘઉંની 2,500 થી 3,000 ગુણીની સારી આવક થઈ હતી. ખેડૂત મિત્રોને પણ માલ અહીં લાવવા અપીલ કરી હતી ​આ હરાજીમાં વિસાવદર તાલુકાના ખેડૂત વિજયભાઈ પરષોત્તમભાઈ સાનુરાએ જણાવ્યું હતું કે તેઓ આજરોજ લાભ પાચમના મુરતમાં આશરે 160 થી 170 મણ સોયાબીન વેચાણ અર્થે લઈને આવ્યા હતા. તેમના માલથી જ હરાજીની શરૂઆત થઈ હતી અને તેમને સોયાબીનના 1,725 રૂપિયા પ્રતિ મણ (20 કિલો) ના ભાવ મળ્યા હતા, જેનાથી તેમને સંપૂર્ણ સંતોષ છે. તેમણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ઉત્તમ કામગીરીની પ્રશંસા કરી અન્ય ખેડૂત મિત્રોને પણ માલ અહીં લાવવા અપીલ કરી હતી. ખેડૂતો અને વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ આ જ રીતે, માર્કેટિંગ યાર્ડના ખાનગી પેઢીના વેપારી આકાશ પોપટે જણાવ્યું હતું કે દિવાળીની રજાઓ બાદ તમામ જણસીઓની વિપુલ આવક થઈ રહી છે જેમાં સોયાબીનની આવક 15,000 કટ્ટાથી વધીને 30,000 કટ્ટા સુધી પહોંચી છે અને હરાજીમાં સોયાબીનના ઊંચામાં ઊંચા ભાવ 1,750 રૂપિયા સુધી બોલાયા છે. સરકારી ટેકાના ભાવ કરતા પણ ઘણા ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો અને વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ છે. ​અન્ય ખેડૂત હસમુખભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે તેઓ આજે લાભ પાચમના શુભ મુરતમાં આશરે 200 મણ જેટલું સોયાબીન લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને તેમને સોયાબીનના 1,418 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ મળ્યા છે, જેનાથી તેમને ખૂબ જ સંતોષ થયો છે અને સારો ભાવ મળ્યાની ખુશી વ્યક્ત કરી છે. યાર્ડની ઉત્તમ વ્યવસ્થા અને સારો પ્રતિસાદ જોઈને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નાની મોજરીમાં નવાગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ:ધારાસભ્ય નિમિષા સુથારના હસ્તે ઉદ્ઘાટન; ગ્રામજનોને પંચાયતનાં કામ માટે મળશે સુવિધા
    Next Article
    ભારત - પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમનો ખેલાડી મોરબીનો:રાજકોટમાં ઓલરાઉન્ડર આર્યન સવસાણીના પરિવારે મોં મીઠા કરી એશિયા કપની ફાઇનલ મેચ નિહાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment