Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાની મોજરીમાં નવાગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ:ધારાસભ્ય નિમિષા સુથારના હસ્તે ઉદ્ઘાટન; ગ્રામજનોને પંચાયતનાં કામ માટે મળશે સુવિધા

    7 hours ago

    પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાની મોજરી ગામમાં નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ થયું. ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે ભવનનું ઉદ્ઘાટન કરાયું. નવા ભવનમાં ગ્રામજનો પંચાયતનાં કામ કરાવી શકશે. પંચાયતની કામગીરી પણ વધુ વ્યવસ્થિત રીતે થઈ શકશે. કાર્યક્રમમાં મોરવા હડફ મંડળ પ્રમુખ ટી.બી. બારીયા, પૂર્વ મંડળ પ્રમુખ ટી.આર. પટેલ, એસ.ટી. મોરચાના મહામંત્રી રવિન્દ્રભાઈ નાયક અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેશભાઈ બારીયા હાજર રહ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય પ્રકાશભાઈ બારીયા, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ નવા ભવનને ગામના વિકાસ અને વહીવટી સુવિધા માટે ઉપયોગી ગણાવ્યું.
    Click here to Read More
    Previous Article
    યાત્રીગણ કૃપયા ધ્યાન દે…:વડોદરા-જામનગર ઈન્ટરસિટીના નંબરો બદલાયા અને પ્રતાપનગર-રકસૌલ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
    Next Article
    માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમે જણસીના શ્રી ગણેશ:દિવાળીની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડમાં પાંચમના શુભ મુહૂર્તે હરાજી, સોયાબીન સહિતની કૃષિ જણસોની વિપુલ આવકથી યાર્ડ ધમધમ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment