Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાત્રીગણ કૃપયા ધ્યાન દે…:વડોદરા-જામનગર ઈન્ટરસિટીના નંબરો બદલાયા અને પ્રતાપનગર-રકસૌલ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

    7 hours ago

    પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને રેલવે બોર્ડની મંજૂરીને ધ્યાનમાં રાખીને ટ્રેન વ્યવહારમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આગામી 12 જાન્યુઆરી, 2027થી વડોદરા મંડળ હેઠળ ચાલતી સુપરફાસ્ટ ટ્રેનને એક્સપ્રેસમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ ફેરફાર મુજબ ટ્રેન નંબર 22959/22960 વડોદરા-જામનગર-વડોદરા સુપરફાસ્ટના નંબર બદલીને હવે 19029/19030 વડોદરા-જામનગર-વડોદરા એક્સપ્રેસ કરવામાં આવ્યા છે. ટ્રેનને સુપરફાસ્ટમાંથી એક્સપ્રેસ કેટેગરીમાં ફેરવવાને કારણે બંને દિશાઓની મુસાફરીના ટિકિટ ભાડામાં પણ ઘટાડો થશે, જેનો સીધો આર્થિક ફાયદો મુસાફરોને મળશે. જામનગર આગમનના સમયમાં 10 મિનિટનો ફેરફાર આ ટેકનિકલ પરિવર્તનની સાથેસાથે વડોદરા-જામનગર ઇન્ટરસિટીના જામનગર પહોંચવાના સમયમાં પણ 10 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા શેડ્યૂલ મુજબ ટ્રેન નંબર 22959ને બદલે હવે નવી ટ્રેન નંબર 19029 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય રાત્રે 11.30 કલાકને બદલે 11.40 કલાકે જામનગર સ્ટેશન પર પહોંચશે. જોકે, જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ (નવો ટ્રેન નંબર 19030) ના સમયપત્રકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 16 નવેમ્બરે પ્રતાપનગરથી રકસૌલ વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે યાત્રીઓની વધારાની ભીડ અને માંગને ધ્યાનમાં રાખીને વડોદરા મંડળના પ્રતાપનગરથી બિહારના રકસૌલ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર વન-વે સ્પેશિયલ ટ્રેનની એક ટ્રિપ ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 09133 પ્રતાપનગર-રકસૌલ સ્પેશિયલ આગામી 16 નવેમ્બર, 2026 (સોમવાર)ના રોજ રાત્રે 11.50 કલાકે પ્રતાપનગરથી પ્રસ્થાન કરશે અને બુધવારે સવારે 06.30 કલાકે રકસૌલ પહોંચશે. આ વિશેષ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લીપર અને દ્વિતીય શ્રેણીના જનરલ કોચ લગાવવામાં આવશે. જાણો સ્પેશિયલ ટ્રેનના મુખ્ય સ્ટોપેજ અને બુકિંગની વિગતો ટ્રેન નંબર 09133 પ્રતાપનગર-રકસૌલ સ્પેશિયલ તેના રૂટ દરમિયાન વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, કપ્તાનગંજ, સિસવા બજાર, બગહા અને નરકટિયાગંજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન માટે ટિકિટ બુકિંગ તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો અને આઈઆરસીટીસી (IRCTC) ની સત્તાવાર વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરો ટ્રેનના સમય અને સ્ટોપેજ અંગેની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    338ના રનચેઝમાં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં દબાણમાં આવી:ભારતની ચોથી વિકેટ પણ પડી, બેટર્સની ખૂબ જ ધીમી બેટિંગ; INDનો સ્કોર 199/4
    Next Article
    નાની મોજરીમાં નવાગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ:ધારાસભ્ય નિમિષા સુથારના હસ્તે ઉદ્ઘાટન; ગ્રામજનોને પંચાયતનાં કામ માટે મળશે સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment