Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામદેવરા જતા પદયાત્રી સંઘને ઈક્કો કારે અડફેટે લીધા:ત્રણથી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તળાવ નજીક ઈક્કો કારની ટક્કરથી 3થી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા હતા. ભાવનગરથી 25થી વધુ પદયાત્રીઓનો સંઘ રામદેવરા તરફ જઈ રહ્યો હતો. આ સંઘે બોરણા ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે પદયાત્રા શરૂ કરી હતી, તે દરમિયાન ઈક્કો કાર પદયાત્રીઓ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. 108ની ટીમ દ્વારા ઘાયલોને લીંબડી સિવિલ ખસેડાયા અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ટીમના પાયલોટ રઘુ જોગરાણા અને EMT છાયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 108ની ટીમ દ્વારા ઘાયલોને પ્રાથમિક સારવાર આપીને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ હર્ષ છત્રોલાએ ઘાયલોને સારવાર આપી હતી ઘાયલોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ 2 ઘાયલોની હાલત ગંભીર જણાતા તેમને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં MLC નોંધવામાં આવી છે અને પોલીસે સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં ઘવાયેલા પદયાત્રીએ ઘટનાની વિગત જણાવી આ અકસ્માતમાં ઘવાયેલા ધારાભાઈ મેવાડાએ જણાવ્યું હતું કે તેઓ ભાવનગરથી પગપાળા યાત્રા કરીને રણુજા રામદેવરા જઈ રહ્યા હતા. 25 જણના સંઘમાં 4 લોકો પાછળ ચાલી રહ્યા હતા અને પોતાની સાઈડમાં જતા હતા ત્યારે ઈક્કો કારચાલકે તેમને અડફેટે લીધા હતા, હાલ 4 લોકોની સુરેન્દ્રનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લાભપાંચમના ધંધા-રોજગારના શ્રી ગણેશ:ધર્મેન્દ્ર રોડ પરની 2000 દુકાનોમાં દિવાળીના 10 દિવસમાં 10 લાખ ગ્રાહકો, મોંઘવારી છતાં કમાણી થતાં વેપારીઓ ખુશખુશાલ
    Next Article
    જૂનાગઢ-ચલાલા રૂટની ટ્રેન હડફેટે સિંહણનું મોત:વિસાવદર નજીકનો બનાવ, વાઇલ્ડલાઇફ રિસર્ચરે કહ્યું- આ મીટર ગેજ ટ્રેક પર અગાઉ ક્યારેય આવી ઘટના બની નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment