Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ-ચલાલા રૂટની ટ્રેન હડફેટે સિંહણનું મોત:વિસાવદર નજીકનો બનાવ, વાઇલ્ડલાઇફ રિસર્ચરે કહ્યું- આ મીટર ગેજ ટ્રેક પર અગાઉ ક્યારેય આવી ઘટના બની નથી

    1 day ago

    ​જૂનાગઢ-ચલાલા મીટરગેજ લોકલ ટ્રેનની અડફેટે આશરે પાંચથી નવ વર્ષની એક સિંહણનું મોત થયાની દુર્ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે વન વિભાગના અધિકારી ડાંભલા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ નજીક ઓઝત નદી પાસે આવેલા રેલવે ફાટક પર પિલર નંબર 44 અને 29/6 પોલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ટ્રેક ઉપર અગાઉ ક્યારેય સિંહોના મૃત્યુની ઘટના બની નથી વાઇલ્ડલાઇફ રિસર્ચર એન્ડ લાઇફ મેમ્બર ઓફ ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય ડો.પૂર્વેશ કાચાએ કહ્યું હતું કે, વિસાવદરના ખંભાળિયા પાસે રેલવે ટ્રેક ઉપર એક સિંહણનું આકસ્મિક મૃત્યુ થયું છે જે ખૂબ જ દુખદ ઘટના છે. આ ટ્રેક ઉપર અગાઉ ક્યારેય ભૂતકાળમાં આવી સિંહોના મૃત્યુની ઘટના જોવા મળી નથી. તેમજ આ મીટર ગેજ હોવાથી ટ્રેનની સ્પીડ બ્રોડગેજ કરતા ઓછી હોય છે, તેને લીધે સિંહોના મૃત્યુ અને અકસ્માતની સંભાવનાઓ ઘણી ઓછી હોય છે. 12.30 કલાકે સિંહણ ટ્રેન નીચે આવી ગઈ હતી RFO ડી. આર. ડાભલાએ કહ્યું હતું કે, વિસાવદર રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા ખંભાળિયા ગામે જૂનાગઢથી ચલાલા જતી ટ્રેનમાં આશરે 12.30 કલાકે એક સિંહણ ટ્રેન નીચે આવી જતા ગંભીર ઈજા થતા તેનું સ્થળ પર જ મોત થયું છે. જેની જાણ વન વિભાગને થતા અધિકારી સાથે સ્થળ ઉપર પહોંચી ગયા. ત્યારબાદ તેની તપાસ કરીને આગળની કાર્યવાહી અમારી ચાલુ છે અને વન વિભાગ તેમજ રેલવેની ટીમ દ્વારા જોઈન્ટ અમે તપાસ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે. સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો ​આ બનાવ બન્યા બાદ વન વિભાગ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ તેમજ આગળની કાર્યવાહી માટે સીમર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો છે. રેલવે વિભાગ સંપૂર્ણપણે અજાણ? ​જ્યારે આ સમગ્ર મામલે રેલવે તંત્ર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને આ અંગે કોઈ જ ખ્યાલ ન હોવાનું સામે આવ્યું હતું. સૌથી નવાઈની અને આશ્ચર્યજનક વાત એ છે કે સિંહણના મોત જેવી ગંભીર ઘટના બન્યાના કલાકો વીતી જવા છતાં રેલવે વિભાગ આ બાબતથી સંપૂર્ણપણે અજાણ રહ્યું હતું. ‘આ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં ન આવે તે ખૂબ જરૂરી’ વાઇલ્ડલાઇફ રિસર્ચર ડો.પૂર્વેશ કાચાએ જણાવે છે કે, પણ એક વાત ખરેખર ચેતવણી રૂપ છે કે, ભૂતકાળમાં આ મીટર ગેજને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટેની રેલવે તંત્ર દ્વારા એક દરખાસ્ત આપવામાં આવી હતી. પણ સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દરખાસ્ત વન વિભાગે મુલતવી રાખી હતી, જે ખરેખર સરાહનીય બાબત છે. આ ચેતવણી રૂપ કિસ્સાને ધ્યાનમાં લઈ અને ભવિષ્યમાં આવી કોઈ પણ અરજી આવે કે જો આ રેલવે ટ્રેકને મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરે, તો આ રેલવે ટ્રેક છે. એ ગિરનારની આસપાસ અને ગીરની વચ્ચેથી પસાર થતો હોવાથી તે બ્રોડગેજમાં ટ્રેનની સ્પીડ વધારે હોવાથી સિંહોના આકસ્મિક મૃત્યુ થવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે. ​તો એ અરજ છે એ ભવિષ્યમાં ન આવે અને આ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં ન આવે તે ખૂબ જરૂરી છે. આ પણ વાંચો 23 દિવસ પહેલાં અમરેલી-દામનગર રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેને સિંહને ટક્કર મારી અમરેલી જિલ્લાના લીલીયા-દામનગર વચ્ચે 22 ઓક્ટોબરની વહેલી સવારે રેલવે ટ્રેક પર સિંહનો ટ્રેન સાથે અકસ્માત સર્જાતા વન વિભાગ દોડતું થયું હતું. પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી એક ગુડ્સ ટ્રેને સાવજને અડફેટે લીધો હતો, જેના પગલે ગુડ્સ ટ્રેનને તુરંત જ રોકી દેવામાં આવી હતી. ઘટનાસ્થળેથી રેલવે ટ્રેક પર સિંહનું પૂંછડું અને રૂંવાટી મળી આવી હતી. વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી સિંહની શોધખોળ શરૂ કરી. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: રેલવેટ્રેક આસપાસ સિંહની અવરજવર પર AIથી નજર
    Click here to Read More
    Previous Article
    રામદેવરા જતા પદયાત્રી સંઘને ઈક્કો કારે અડફેટે લીધા:ત્રણથી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત
    Next Article
    Thakor Samaj | ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને ગેનીબેનની અપીલ | Banaskantha | Vav Tharad |Geniben Thakor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment