Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાભપાંચમના ધંધા-રોજગારના શ્રી ગણેશ:ધર્મેન્દ્ર રોડ પરની 2000 દુકાનોમાં દિવાળીના 10 દિવસમાં 10 લાખ ગ્રાહકો, મોંઘવારી છતાં કમાણી થતાં વેપારીઓ ખુશખુશાલ

    1 day ago

    રાજકોટમાં આજે 14 નવેમ્બરના લાભપાંચમના શુભમુહૂર્તમાં વેપારીઓએ ધંધા રોજગારના શ્રી ગણેશ કર્યા હતા. શહેરના પ્રખ્યાત ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પરની 2000થી વધુ દુકાનો દિવાળીના ચાર દિવસ બંધ રહી હતી. નૂતન વર્ષ પૂર્વેના 10 દિવસ બજાર રાત્રે 3 વાગ્યા સુધી ધમધમતી હતી અને દૈનિક 1 લાખથી વધુ લોકો ખરીદી માટે આવતા હતા. જોકે આ વખતે લોકોએ મોંઘવારીને ભૂલીને મન મૂકીને ખરીદી કરતા વેપારીઓની દિવાળી સુધરી ગઈ હતી અને ફરી નવા વર્ષમાં વેપાર કરવા માટે તેઓ સજ્જ થઈ ગયા છે. છેલ્લા 10 દિવસ બજારને ખૂબ મોટું ટૉનિક મળ્યું રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ હિતેશ અનડકટે જણાવ્યું હતું કે, નવા વર્ષની સૌને શુભકામનાઓ. નવા વર્ષનો સૂર્યોદય સૌને સફળતા અપાવે એવી શુભકામના સાથે આજે તમામ બજારના વ્યાપારીઓ શુભ મુહૂર્ત કરી રહ્યા છે. પાછલા દિવસની વાત કરીએ તો છેલ્લા 10 દિવસ બજારને ખૂબ મોટું ટૉનિક મળ્યું છે. બધાએ ખૂબ સરસ વ્યાપાર કર્યો છે અને બધાને એક જાતનો આનંદ છે. 1 લાખથી વધુ લોકો બજારમાં ખરીદી માટે આવ્યા શહેરની પ્રખ્યાત ધર્મેન્દ્ર રોડ બજારમાં રોશનીના હિસાબથી રાજકોટવાસીઓએ ખૂબ હેત વરસાવ્યું છે, જેનાથી આ વિસ્તારના તમામ પ્રકારના વ્યાપારીઓને ખૂબ સારો લાભ થયો છે. આ વિસ્તારમાં અંદાજિત 2000 પ્લસ તમામ પ્રકારની દુકાનો છે અને અંદાજિત 1 લાખથી વધુ લોકો અહીંયા દરરોજ આવતા હતા અને રાતના 3 વાગ્યા સુધી બજાર ધમધમતી હતી. દિવાળીના તહેવારો એવા છે કે લોકો મોંઘવારી ભૂલી જાય છે. સરકાર દ્વારા જે એરિયર્સ અને બોનસ આપવામાં આવે છે. એ લોકો પ્રેમથી વાપરે છે. જેના હિસાબથી લોકોને ભાવવધારો પણ નથી નડતો અને મોંઘવારી પણ નથી નડતી.
    Click here to Read More
    Previous Article
    '3 વર્ષના કોન્ટ્રાક્ટમાં 200 કરોડ કામગીરી વગર ચૂકવી દેવાયા':ખજોદ ડિસ્પોઝલ સાઈટ પરથી કચરાના નિકાલ મામલે પાયલ સાકરિયાનો આક્ષેપ, કહ્યું-આ કોન્ટ્રાક્ટરના માથે ભાજપના 10 હાથ હતા
    Next Article
    રામદેવરા જતા પદયાત્રી સંઘને ઈક્કો કારે અડફેટે લીધા:ત્રણથી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment