Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '3 વર્ષના કોન્ટ્રાક્ટમાં 200 કરોડ કામગીરી વગર ચૂકવી દેવાયા':ખજોદ ડિસ્પોઝલ સાઈટ પરથી કચરાના નિકાલ મામલે પાયલ સાકરિયાનો આક્ષેપ, કહ્યું-આ કોન્ટ્રાક્ટરના માથે ભાજપના 10 હાથ હતા

    1 day ago

    સુરત શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર જમા થયેલા વર્ષો જૂના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે અંદાજે 213 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેને લઈ મનપાના પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવીને કહ્યું કે, અંદાજિત 200 કરોડ રુપિયા કોન્ટ્રાક્ટરને કોઈપણ પ્રકારની વાસ્તવિક કામગીરી કર્યાં વગર જ ચૂકવી દેવામાં આવ્યા. આ મામલે પાલિકા દ્વારા અગાઉ એક તપાસ કમિટી પણ બનાવવામાં આવી હતી, જેના રિપોર્ટ અને દસ્તાવેજોમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. '3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટનના બદલે 14 લાખ મેટ્રિક કચરાનો જ નિકાલ' પાયલ સાકરિયાએ કહ્યું કે, કરારની શરતો અનુસાર ઇજારદારે 3 વર્ષના સમયગાળામાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાનો હતો. પરંતુ ગંભીર આક્ષેપ એ છે કે નિર્ધારિત સમય મર્યાદા પૂરી થવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 14 લાખ મેટ્રિક ટન આસપાસના કચરાનો જ નિકાલ કરવામાં આવ્યો હતો, એટલે કે હજુ પણ સાઇટ પર 50 ટકાથી વધુ કચરો જમા પડ્યો હતો. આમ છતાં તેને ફરીથી 10 મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા કે બ્લેકલિસ્ટ કરવાના બદલે તેને છાવરવામાં આવી રહ્યો છે. 'પ્રતિ મેટ્રિક ટનના હિસાબે 200 કરોડ ચૂકવાયા' પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે કોન્ટ્રાક્ટરે પૂરતું કામ જ નથી કર્યું, તો પછી કરોડો રૂપિયાનું પેમેન્ટ કયા આધારે ચૂકવી આપવામાં આવ્યું? દસ્તાવેજો દર્શાવે છે કે પાછલા વર્ષોમાં દરરોજ 2,500 મેટ્રિક ટન કચરાના હિસાબે અને પ્રતિ મેટ્રિક ટન 790ના ભાવ પ્રમાણે 200 કરોડ જેવી માતબર રકમની ચૂકવણી કરવામાં આવી છે. વૈજ્ઞાનિક પ્રક્રિયા વગર જ અગાઉના કચરાનું ગેરકાયદે વેચાણ અથવા નિકાલ શંકાસ્પદ જણાતા આ કરોડો રૂપિયાની ચૂકવણી સામે ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી છે. 'વિરોધ થયો ત્યારે માત્ર 2 કરોડની પેનલ્ટીની નોટિસ અપાઈ હતી' આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં પરંતુ પાલિકાની આખી સિસ્ટમ સંડોવાયેલી હોવાનો આક્ષેપ પાયલ સાકરિયાએ કર્યો છે. કાર્યપાલક ઇજનેર, વિભાગીય વડા, સિટી એન્જિનિયરથી લઈને નાણાકીય (એકાઉન્ટ) વિભાગ સુધીની તમામ સ્તરે ફાઈલો પસાર થાય છે અને બિલ મંજૂર થાય છે. ભાજપના શાસકો અને રાજકીય વગ ધરાવતા લોકોની છત્રછાયાના કારણે જ આ ભ્રષ્ટાચાર ફાલ્યો-ફૂલ્યો છે. અગાઉ જયારે વિરોધ થયો ત્યારે દેખાવ પૂરતી માત્ર 2 કરોડ રૂપિયાની પેનલ્ટીની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તે રકમ પણ વસૂલાઈ છે કે નહીં તે શંકાસ્પદ છે. 'પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ કોન્ટ્રાક્ટરને પોષવા માટે' પાયલ સાકરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જે કોન્ટ્રાક્ટર પર ગેરરીતિના ગંભીર આક્ષેપો છે તે જ ડી.એચ. પટેલ જેવા કરપ્ટ ઈજારદારને ફરીવાર કામ સોંપવામાં આવ્યું છે. અગાઉ પણ ઉંબેર સહિતના પ્રોજેક્ટ્સમાં બજાર ભાવ કરતાં ડબલ રેટની દરખાસ્તો મંજૂર કરાવી પાલિકા પર આર્થિક બોજ નાખવામાં આવ્યો હતો. સુરતના નાગરિકો અને વેપારીઓ લોહી-પરસેવો એક કરીને વેરો ભરે છે, પરંતુ શાસકો પ્રજાના આ ટેક્સના નાણાંનો ઉપયોગ જનહિતના કાર્યોના બદલે આવા કોન્ટ્રાક્ટરોને પોષવા માટે કરી રહ્યા છે અને તેમાંથી પક્ષ માટે ફંડ મેળવવામાં આવી રહ્યું છે તેવી આકરી ટીકા પૂર્વ વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવી છે. આ બાબતે દિવ્યભાસ્કર દ્વારા સોલિડ વેસ્ટના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. લગભગ ચારથી પાંચ ફોન કરવા છતાં પણ અધિકારીઓએ ફોન રિસીવ કર્યા ન હતા.
    Click here to Read More
    Previous Article
    'ગાંધીનગરના ક્યાં રેન્જ IGએ જમીન પચાવવા ગોલ્ડી નામનો ગુંડો-વહીવટદાર રાખ્યા?':કોંગ્રેસે કહ્યું- સરકાર મોઢું દબાવવા ઘાતક હુમલો કરાવી શકે, ખોરજની 150 કરોડની જમીન પચાવી પાડવાનો વિવાદ વકર્યો
    Next Article
    લાભપાંચમના ધંધા-રોજગારના શ્રી ગણેશ:ધર્મેન્દ્ર રોડ પરની 2000 દુકાનોમાં દિવાળીના 10 દિવસમાં 10 લાખ ગ્રાહકો, મોંઘવારી છતાં કમાણી થતાં વેપારીઓ ખુશખુશાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment