Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રણવ અદાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા:ધર્મપત્ની સાથે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજન અને અન્નકૂટ મનોરથ અર્પણ કર્યો

    1 day ago

    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને મહાનુભાવો દર્શનાર્થે ઉમટી રહ્યા છે, ત્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ તેમના ધર્મપત્ની નમ્રતાબેન અદાણી સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રણવ અદાણી અને નમ્રતાબેન અદાણી સોમનાથ મંદિર ખાતે પહોંચતા તેમણે દેવાધિદેવ મહાદેવના દિવ્ય દર્શન કરી જલાભિષેક કર્યો હતો. ત્યારબાદ પૂજા સામગ્રી અર્પણ કરી શિવભક્તિમાં લીન થયા હતા. આ પ્રસંગે દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને ધાર્મિક પરંપરા અનુસાર શ્રીસોમેશ્વર મહાપૂજા તથા ધ્વજા પૂજન સંપન્ન કર્યું હતું. આ ઉપરાંત, પ્રણવ અદાણીએ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તિભાવપૂર્વક અન્નકૂટ મનોરથ પણ અર્પણ કર્યો હતો. મંદિરની ધાર્મિક પરંપરા અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે પૂજનવિધિ સંપન્ન કરી દંપતીએ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. દર્શન-પૂજન બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પ્રણવ અદાણીને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત ઐતિહાસિક અને ભૌગોલિક મહત્ત્વ ધરાવતા દક્ષિણ ધ્રુવ દર્શક 'બાણ સ્તંભ'ની પણ પ્રણવ અદાણીએ મુલાકાત લીધી હતી. બાણ સ્તંભ સાથે જોડાયેલી પ્રાચીન માન્યતાઓ અને સનાતન સંસ્કૃતિના ભૌગોલિક જ્ઞાન અંગે તેમણે રસપૂર્વક માહિતી મેળવી હતી અને આ પ્રાચીન જ્ઞાન પરંપરાની પ્રશંસા કરી હતી. આમ, અદાણી પરિવારના પ્રણવ અદાણીની સોમનાથ મહાદેવના દર્શન અને પૂજનની આ મુલાકાત ધાર્મિક શ્રદ્ધા અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેના આદરનું પ્રતિબિંબ બની હતી.
    Click here to Read More
    Previous Article
    શાળાઓની મંજૂરીના નિયમમાં ફેરફાર થતા શાળા સંચાલક મહામંડળે વાંધો ઉઠાવ્યો:એક જ વિસ્તારમાં એકથી વધુ શાળાઓને મંજૂરી અને ધાબાને મેદાન ગણવાના નિયમમાં ફેરવિચારણા કરવા માંગ
    Next Article
    ગાંધીનગર સિવિલ ખાતે સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના નવા વિભાગનું લોકાર્પણ:એટરિસ્ક દર્દીઓ માટે કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ થશે, HIV અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment