Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર સિવિલ ખાતે સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના નવા વિભાગનું લોકાર્પણ:એટરિસ્ક દર્દીઓ માટે કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ થશે, HIV અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય

    1 day ago

    ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આજે લાભપાંચમના અવસરે સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર ના નવા વિભાગનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી હોસ્પિટલમાં આવતા એટ-રિસ્ક એટલે કે જોખમ હેઠળના દર્દીઓનું કાઉન્સિલિંગ અને ટેસ્ટિંગ વધુ સરળ, ઝડપી રીતે થઈ શકશે. HIV અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ નવા સેન્ટરના પ્રારંભ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એચઆઈવી અંગે જાગૃતિ ફેલાવવાનો અને સમયસર ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2022થી સફળતાપૂર્વક કાર્યરત રહીને અનેક નાગરિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યું છે. દર્દીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે આ મહત્વપૂર્ણ પ્રસંગે જીએમઇઆરએસ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. મીતા પારીખ અને માઇક્રોબાયોલોજી વિભાગના અસીસ્ટન્ટ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. ગૌરીશંકર શ્રીમાળી ઉપસ્થિતિ રહ્યા હતા. સાથે જ એસ.એસ.કે. અને આઈ.સી.ટી.સી. સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. કિરણ પટેલ, આર.એમ.ઓ. ડૉ. કૌશર તેમજ માઇક્રોબાયોલોજી વિભાગ, એ.આર.ટી. વિભાગ, વિઝન સી.એસ.સી. અને એસ.ટી.આઈ. વિભાગનો સમગ્ર સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યમાં સહભાગી બન્યો હતો. નવા વિભાગના આ લોકાર્પણથી હોસ્પિટલમાં સારવાર અને માર્ગદર્શનાર્થે આવતા દર્દીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે તથા ગાંધીનગર પંથકમાં આરોગ્ય જાગૃતિ અને સુરક્ષાનું ક્ષેત્ર વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પ્રણવ અદાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા:ધર્મપત્ની સાથે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજન અને અન્નકૂટ મનોરથ અર્પણ કર્યો
    Next Article
    The Joy Of 'Just Because': Why Indians Are Buying Gifts Beyond Weddings, Birthdays And Festivals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment