Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળાઓની મંજૂરીના નિયમમાં ફેરફાર થતા શાળા સંચાલક મહામંડળે વાંધો ઉઠાવ્યો:એક જ વિસ્તારમાં એકથી વધુ શાળાઓને મંજૂરી અને ધાબાને મેદાન ગણવાના નિયમમાં ફેરવિચારણા કરવા માંગ

    एक दिन पहले

    રાજ્ય સરકાર દ્વારા નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવાના નિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કારણ કે અગાઉ 5 કિલોમીટરના અંતરમાં એક શાળા હોય તો અન્ય શાળાને મંજૂરી આપવામાં આવતી ન હતી. જો કે તે નિયમમાં ફેરફાર કરી હવે એક વિસ્તારમાં એકથી વધુ શાળાઓને મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ મેદાન ન ધરાવતી શાળાઓ પોતાના ધાબાને વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે વાપરી શકશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. જેથી હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકાર પાસે નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે તેમાં ફેર વિચારણા કરવા માંગ કરી છે. ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ જવાની ભીતિ વ્યકત કરવામાં આવી એક જ વિસ્તારમાં એકથી વધુ શાળાઓને મંજૂરી આપવાનો નિયમ કરવામાં આવતા ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ જશે તેવી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શક્યતા વ્યક્ત કરી છે. તેમજ જો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો આર્થિક પછાત વર્ગના બાળકોને અભ્યાસ કરવું મુશ્કેલ થઈ જશે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ રમશે ગુજરાત અને ખેલશે ગુજરાતની વાત કરતી સરકારમાં સ્કૂલનું ધાબું પણ મેદાન ગણાશે તેવું નક્કી કરવામાં આવતા નવા નિયમોના કારણે શિક્ષણની વ્યવસ્થા કથળી જશે તેવો દાવો પણ વ્યક્ત કર્યો છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે માધ્યમિક શિક્ષણ ધારામાં સુધારો કર્યો છે. અગાઉ 5 કિલોમીટરના અંતરમાં એક શાળા હોય તો ગ્રાન્ટેડ, સરકારી કે પછી સ્વ નિર્ભર બીજી કોઈ શાળાને મંજૂરી ન આપી જોઈએ તેવી જોગવાઈઓ હતી. હવે નિયમમાં ફેરફાર કરી સામ સામે પણ શાળાનું બિલ્ડિંગ હોય તો પણ મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મોટા શહેરમાં અત્યારે ઇંચ અને ફૂટના ભાવે જમીન મળે છે જેના કારણે મોટા મેદાનો શાળા પાસે રહ્યા નથી, એટલા માટે હવે ધાબાને રમતનું મેદાન ગણવાનું પણ નવા નિયમમાં નક્કી કરવામાં આવ્યું છે. આ બધા નવા નિયમોના કારણે શિક્ષણની વ્યવસ્થા કથળી જવાની છે. આગામી સમયમાં ગલીએ ગલીએ શિક્ષણની દુકાનો ખુલી જશે- ભાસ્કર પટેલ વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, તેમજ આગામી સમયમાં ગલીએ ગલીએ શિક્ષણની દુકાનો ખુલી જશે. આટલી બધી સરળતાથી શાળાઓને મંજૂરી આપવામાં આવે તે શિક્ષણ વ્યવસ્થા માટે યોગ્ય નથી. અગાઉ જોગવાઈ હતી કે જો કોઈ નવી શાળા ખુલતી હોય અને વર્તમાન શાળાને વાંધો હોય તો તે વાંધા અરજી કરી શકતી નથી, તેના વાંધો સાંભળ્યા બાદ મંજૂરી પત્રકમાં લખવામાં આવતું હતું કે વર્તમાન શાળાના વિદ્યાર્થી તમે લેશો તો તમારી મંજૂરી રદ થશે તે મુજબના હુકમ અગાઉના સમયમાં થયા છે. જ્યારે હવે સામસામે શાળાઓ ખુલી જવાથી હરીફાઈ વધી જશે. જેના કારણે બાળક સમાજ માટે હાસ્યાસ્પદ મળશે. અમારી ગ્રાન્ટેડ શાળા લોકોએ ભેગા થઈને જે મંડળ બનાવ્યા છે તે લોકો આ શાળા ચલાવે છે. જેથી જો આવી શાળાઓ ઊભી થઈ જશે તો ગ્રાન્ટેડ શાળાઓના ગળેટૂંપો આવતા વાર નહીં લાગે. તેમજ આર્થિક પછાત વર્ગના બાળકો ક્યાં ભણવા જશે તે સૌથી મોટો સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    BOBના ચીફ મેનેજર સહિત બે શખ્સે 51.50 લાખની છેતરપિંડી કરી:લોન સેટલમેન્ટ કરી નો-ડ્યુ સર્ટિફિકેટ આપ્યા બાદ પણ બેંક મેનેજરે ફ્લેટ બારોબાર વેચી માર્યો
    Next Article
    પ્રણવ અદાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા:ધર્મપત્ની સાથે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજન અને અન્નકૂટ મનોરથ અર્પણ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment