Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BOBના ચીફ મેનેજર સહિત બે શખ્સે 51.50 લાખની છેતરપિંડી કરી:લોન સેટલમેન્ટ કરી નો-ડ્યુ સર્ટિફિકેટ આપ્યા બાદ પણ બેંક મેનેજરે ફ્લેટ બારોબાર વેચી માર્યો

    1 day ago

    સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બેંક ઓફ બરોડા(BOB)ના ચીફ મેનેજર સહિત બે શખ્સો વિરુદ્ધ 51.50 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. અલથાણ વિસ્તારમાં રહેતા વિશાખાબેન અશોકભાઈ ખાખોલીયાએ બેંક ઓફ બરોડાના રીકવરી ચીફ મેનેજર સંજયકુમાર સિન્હા અને પરમાનંદ ગુદરમલ માલપાની સામે ગુનો દાખલ કરાવ્યો છે. લોનનું સંપૂર્ણ સેટલમેન્ટ થઈ ગયું હોવા છતાં અને મિલકતના અસલ દસ્તાવેજો પરત કર્યા બાદ પણ બેંક અધિકારીએ મળતિયા સાથે મળીને ફ્લેટ બારોબાર વેચી માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. 1.15 કરોડની લોન અને વન ટાઈમ સેટલમેન્ટ કર્યું ફરિયાદીના પતિએ વર્ષ 2012માં 'મેસર્સ વોઈસ ઓફ ટ્રેડ'ના નામે બેંક ઓફ બરોડાની ભટાર રોડ શાખામાંથી 1.15 કરોડની સી.સી. અને ટર્મ લોન લીધી હતી, જેની સામે પરવત પાટીયા સ્થિત ગુરુકૃપા કોમ્પ્લેક્ષનો ફ્લેટ નંબર 303 મોર્ગેજ મુકાયો હતો. હપ્તા ન ભરાતા ખાતું એન.પી.એ. (NPA) થયું હતું અને બેંકે 5 ઓક્ટોબર, 2021ના રોજ ફ્લેટનો ફિઝિકલ કબજો લીધો હતો. ત્યારબાદ ગેરેન્ટર પ્રદિપ અગ્રવાલે 'વન ટાઈમ સેટલમેન્ટ' માટે અરજી કરતા, ચીફ મેનેજર સંજયકુમાર સિન્હાના જણાવ્યા મુજબ ફરિયાદી પક્ષે 51.50 લાખ ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ પેટે ભરપાઈ કરી દીધા હતા. દસ્તાવેજ રીલીઝ કર્યા બાદ ખેલાયો ઠગાઈનો ખેલ ગુનાની મોડસ ઓપરેન્ડી મુજબ, સેટલમેન્ટના નાણાં સ્વીકાર્યા બાદ ભટાર રોડ શાખાના અધિકૃત અધિકારીએ ફરિયાદીને 'નો-ડ્યુ સર્ટિફિકેટ' અને મિલકતના ઓરીજનલ દસ્તાવેજો પરત સોંપી દીધા હતા. એટલું જ નહીં, તારીખ 6 સપ્ટેમ્બર, 2022ના રોજ પ્રોપર્ટીનો વિધિવત રીલીઝ દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યો હતો. આમ મિલકત સંપૂર્ણપણે ગીરો મુક્ત થઈ ગઈ હોવાની સંપૂર્ણ જાણ હોવા છતાં રીકવરી મેનેજર સંજયકુમાર સિન્હાએ ગુનાહિત કાવતરું રચ્યું હતું. મળતિયાને ગેરકાયદે સેલ સર્ટિફિકેટ બનાવી આપ્યું બેંકના જવાબદાર અધિકારી તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને સંજયકુમાર સિન્હાએ આરોપી પરમાનંદ માલપાનીના આર્થિક હિતમાં તારીખ 29 સપ્ટેમ્બર, 2022ના રોજ આ જ ફ્લેટનું ગેરકાયદેસર 'સેલ સર્ટિફિકેટ' બનાવી આપ્યું હતું. આ રીતે ફરિયાદી પાસેથી 51.50 લાખ વસૂલી, મિલકત મુક્ત કરવાનો કરાર કર્યા બાદ પણ ત્રીજા વ્યક્તિને મિલકત પધરાવી દઈ મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. હાલ ખટોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.જી. રાઓલે આઈ.પી.સી. કલમ 406, 420 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી જિલ્લાના સલડી ગામના તળાવના કામનું ખાતમૂર્ત કરાયું:સરકાર દ્વારા ₹ 3 કરોડના ખર્ચે તળાવ ઊંડું કરાશે; 19 ગામોને જળસિંચાઈનો લાભ મળશે
    Next Article
    શાળાઓની મંજૂરીના નિયમમાં ફેરફાર થતા શાળા સંચાલક મહામંડળે વાંધો ઉઠાવ્યો:એક જ વિસ્તારમાં એકથી વધુ શાળાઓને મંજૂરી અને ધાબાને મેદાન ગણવાના નિયમમાં ફેરવિચારણા કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment