Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી જિલ્લાના સલડી ગામના તળાવના કામનું ખાતમૂર્ત કરાયું:સરકાર દ્વારા ₹ 3 કરોડના ખર્ચે તળાવ ઊંડું કરાશે; 19 ગામોને જળસિંચાઈનો લાભ મળશે

    1 day ago

    અમરેલી જિલ્લાના સલડી ગામમાં આવેલા 900 વીઘાના તળાવના કામનું આજે ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ કામ પાછળ ₹ 3 કરોડ ખર્ચવામાં આવશે. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા હાથ ધરાનારા આ કામથી આસપાસના 19 ગામોને જળસિંચાઈનો લાભ મળશે. તળાવમાંથી બાવળ દૂર કરી પાળાઓ મજબૂત બનાવવામાં આવશે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તળાવમાંથી બાવળ દૂર કરીને તેને ઊંડું કરવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત તળાવના પાળાઓ મજબૂત કરવાની સાથે મુખ્ય રસ્તાથી પુલ સુધી પહોંચવા માટેની સુવિધા પણ ઊભી કરવામાં આવશે, જેનાથી ગ્રામજનોની અવરજવર સરળ બનશે. ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ સહિતના આગેવાનો હાજર આ ખાતમૂર્ત કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકારના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા, જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય લોકપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા, તેમજ લાભ પાંચમના દિવસે યોજાયેલા કાર્યક્રમમાં સંતોના આશીર્વાદ પણ મળ્યા હતા. બ્યુટીફિકેશન માટે વધારાની રકમ મંજૂર કરાવવાની ધારાસભ્યની ખાતરી સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળાએ તળાવના બ્યુટીફિકેશન માટે વધારાની રકમ મંજૂર કરાવવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સલડીનું આ તળાવ જિલ્લાનું 900 વીઘામાં ફેલાયેલું તળાવ છે અને વર્ષો જૂના આ તળાવના પુનરુદ્ધારની જરૂર હતી, જેના માટે ₹ 3 કરોડ મંજૂર કરવા બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બ્રિટનમાં ભારતીય મૂળના યુવકને 30 વર્ષની જેલ:14 વર્ષની ઉંમર જણાવીને 70 સગીર છોકરીઓ સાથે ઓનલાઇન મિત્રતા, અશ્લીલ ફોટા-વીડિયો દ્વારા બ્લેકમેલ કરી
    Next Article
    BOBના ચીફ મેનેજર સહિત બે શખ્સે 51.50 લાખની છેતરપિંડી કરી:લોન સેટલમેન્ટ કરી નો-ડ્યુ સર્ટિફિકેટ આપ્યા બાદ પણ બેંક મેનેજરે ફ્લેટ બારોબાર વેચી માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment