Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા જિલ્લામાં પ્રતિમાઓની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ:જનજાતીય ગૌરવ સપ્તાહમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિતના લોકો જોડાયા

    6 hours ago

    ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં 11થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે. શનિવારે નાંદોદ તાલુકામાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાનમાં નાંદોદનાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, પાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ ભૂપતસિંહ વસાવા, રાજેશ વસાવા અને રમણસિંહ રાઠોડ જોડાયા હતા. જિલ્લા પંચાયતના સભ્ય દીપક પરમાર, પાલિકા સભ્ય વિરેન્દ્રસિંહ (વીરુ દરબાર), ભાજપના કોષાધ્યક્ષ મુકેશ પટેલ અને ભારતીબેન તડવી સહિતના લોકોએ રાજપીપળામાં મહાત્મા ગાંધી, ભીલરાજા અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ સાફ કરી હતી. રાજપીપળા ગાર્ડનમાં સરદાર પટેલની પ્રતિમાની પણ સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાનુભાવોના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવા આ અભિયાન યોજાયું છે. લોકોમાં જાગૃતિ લાવવી અને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવો પણ તેનો હેતુ છે. કાર્યક્રમમાં કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    જેઠ, નણંદ અને નણદોઈએ મહિલા પર હુમલો કરી માર માર્યો:મહેસાણાના ધાંધુસણ ગામે મકાન ખાલી કરવાના મુદ્દે માથાકૂટ
    Next Article
    પાલડી NID ચાર રસ્તા પાસે રિક્ષામાં લટકીને સ્ટંટ કર્યો:વીડિયો વાઇરલ થતા ટ્રાફિક પોલીસે લાઇસન્સ વગર રિક્ષા ચલાવનાર સામે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment