Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેઠ, નણંદ અને નણદોઈએ મહિલા પર હુમલો કરી માર માર્યો:મહેસાણાના ધાંધુસણ ગામે મકાન ખાલી કરવાના મુદ્દે માથાકૂટ

    6 hours ago

    મહેસાણા તાલુકાના ધાંધુસણ ગામે મકાન ખાલી કરવા બાબતે માથાકૂટ થતાં જેઠ, નણંદ અને નણદોઈએ મહિલા પર હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર મહિલાએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. નાણાં પણ ચૂકવી દીધા છતાં મકાન નામે ના કરી આપ્યું મહેસાણા તાલુકાના ધાંધુસણ ગામના કૃષ્ણનગર પરૂ ખાતે રહેતા અને ઘરકામ તેમજ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા નયનાબેન અલ્પેશભાઈ ભિખાભાઈ પટેલે (ઉ.વ.42) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિએ આજથી આશરે બે વર્ષ અગાઉ નયનાબેનના જેઠ પાસેથી મકાન વેચાણ પેટે રાખેલ હતું અને તેના નાણાં પણ ચૂકવી દીધા હતા. જો કે, તેમ છતાં જેઠ દ્વારા મકાન તેમના નામે કરી આપવામાં આવતું ન હતું. ગાળો બોલીને મહિલા પર હુમલો કરી માર માર્યો ગઇકાલે 12 નવેમ્બર 2026ના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યે નયનાબેન અને તેમના પતિ અલ્પેશકુમાર ઘરે હાજર હતા, તે દરમિયાન તેમના જેઠ અશોક ભિખાભાઈ તેમજ કલોલ તાલુકાના રામનગર ખાતે રહેતા નણંદ સંગિતાબેન મહેશકુમાર અને નણદોઈ મહેશકુમાર જગજીવનદાસ ત્યાં આવ્યા હતા. જેઠ અશોકે નયનાબેનને ઘર ખાલી કરી અહીંથી નીકળી જવાનું કહેતા નયનાબેને આ અમારું ઘર છે તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને નયનાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ તબક્કે સંગિતાબેન અને મહેશકુમારે પણ તેમનું ઉપરાણું લઈને નયનાબેનને માર માર્યો હતો અને બિભત્સ ગાળો બોલી હતી. મારી નાખવાની ધમકી આપી, જેઠ, નણંદ અને નણદોઈ સામે ફરિયાદ નયનાબેને બૂમાબૂમ કરતા આસપાસના મહોલ્લાના લોકો દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા. ત્યારબાદ જતા જતા આરોપીઓએ ઘાટ આવેથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ નયનાબેન ખાનગી વાહનમાં સારવાર માટે લાંઘણજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર મેળવીને ઘરે પરત આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જઈને જેઠ અશોક ભિખાભાઈ, નણંદ સંગિતાબેન મહેશકુમાર અને નણદોઈ મહેશકુમાર જગજીવનદાસ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં નવા સંવતમાં 'સવાયા' વેપારની આશા સાથે બજારો ખુલી:લગ્નસરાની સીઝનમાં તેજીની વેપારીઓને આશા, સોમવારથી ધંધા-રોજગાર રાબેતા મુજબ ધમધમશે
    Next Article
    નર્મદા જિલ્લામાં પ્રતિમાઓની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ:જનજાતીય ગૌરવ સપ્તાહમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિતના લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment