Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં નવા સંવતમાં 'સવાયા' વેપારની આશા સાથે બજારો ખુલી:લગ્નસરાની સીઝનમાં તેજીની વેપારીઓને આશા, સોમવારથી ધંધા-રોજગાર રાબેતા મુજબ ધમધમશે

    6 hours ago

    દિવાળીના મિની વેકેશન બાદ આજે લાભપાંચમ અને જ્ઞાનપંચમીના શુભ અવસરે ભાવનગર શહેર અને જિલ્લાની બજારો ફરી ખુલી છે. વેપારીઓએ શુભ મુહૂર્તમાં પેઢી અને દુકાનો ખોલી પરંપરાગત પૂજાવિધિ કરી નવા વર્ષના વેપારના શ્રીગણેશ કર્યા છે. આજે મોટાભાગના વેપારીઓએ માત્ર મુહૂર્ત સાચવ્યું હોવાથી આગામી 16મીને સોમવારથી બજારોમાં વેપાર-ધંધા રાબેતા મુજબ ધમધમતા થશે. ચોપડામાં 'શ્રી સવા' લખીને નવા વર્ષની મિતિ માંડવામાં આવી સૌભાગ્ય પંચમી કે લાખેણી પંચમી તરીકે ઓળખાતા આજના દિવસે વેપારીઓએ દુકાનોમાં કંકુનો ચાંદલો અને સાથિયો બનાવી ભગવાન ગણેશ તેમજ હિસાબના ચોપડાનું પૂજન કર્યું હતું. નવા વર્ષમાં ધંધો સવા ગણો વધે તેવી કામના સાથે ચોપડામાં 'શ્રી સવા' લખીને મિતિ માંડવામાં આવી હતી. આધુનિક મોલ કલ્ચરના કારણે અમુક દુકાનો ભાઈબીજથી જ ખુલી ગઈ હતી, પરંતુ શહેરની મુખ્ય બજાર અને દાણાપીઠ વિસ્તારમાં આજે પણ લાભપાંચમે મુહૂર્ત કરવાની પરંપરા અકબંધ જોવા મળી હતી. લગ્નસરાની સીઝનમાં તેજીની આશા દિવાળીના તહેવારો દરમિયાન લાંબા સમય બાદ સારી ઘરાકી રહેતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. હવે આગામી લગ્નસરાની સીઝનમાં પણ સારો વેપાર નીકળશે તેવી ઉજળી આશા વેપારીઓ સેવી રહ્યા છે. બીજી તરફ, સોની બજારમાં ભાવની અસ્થિરતાની ચિંતા વચ્ચે પણ સોની વેપારીઓએ શો-રૂમમાં પૂજાવિધિ કરી નગરજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    બરવાળામાં ભાજપ સંગઠનની બેઠક યોજાઈ:નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમના આયોજન અને સંગઠન મજબૂત કરવા ચર્ચા
    Next Article
    જેઠ, નણંદ અને નણદોઈએ મહિલા પર હુમલો કરી માર માર્યો:મહેસાણાના ધાંધુસણ ગામે મકાન ખાલી કરવાના મુદ્દે માથાકૂટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment