Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરવાળામાં ભાજપ સંગઠનની બેઠક યોજાઈ:નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમના આયોજન અને સંગઠન મજબૂત કરવા ચર્ચા

    6 hours ago

    બરવાળા માર્કેટિંગ યાર્ડ ખાતે ધંધુકા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાળુ ડાભીની હાજરીમાં ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી. તેમાં બરવાળા શહેર અને ગ્રામ્ય સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ જોડાયા હતા. બેઠકમાં નવા વર્ષની શુભેચ્છા મુલાકાત અને આગામી દિવસોમાં યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા થઈ હતી. કાર્યક્રમની રૂપરેખા, તૈયારીઓ અને કાર્યકર્તાઓની ભાગીદારી અંગે પણ વાત કરવામાં આવી હતી. ભાજપ ગુજરાત પ્રદેશના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની દરેક વિધાનસભા બેઠકમાં નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમો યોજવાનું આયોજન છે. તેના ભાગરૂપે બરવાળામાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનની એકતા જાળવવા, કાર્યકર્તાઓની ભાગીદારી વધારવા અને પક્ષના આગામી કાર્યક્રમો સફળ બનાવવા સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કરાયો હતો. જનસેવા અને પક્ષ સંગઠનને વધુ મજબૂત બનાવવાના નિર્ધાર સાથે બેઠક પૂરી થઈ હતી. બેઠકમાં ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પાલજી પરમાર, હિંમત મેર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુરેશ ગઢીયા, વાઇસ ચેરમેન દિલુભા ઝાલા, મંડળ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ડાયમા અને જિલ્લા મંત્રી વિજય ખાચર હાજર રહ્યા હતા. નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ, શક્તિસિંહ ડી. ભાડલિયા સહિત બરવાળા શહેર અને ગ્રામ્ય સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, વડીલો અને યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સામે FIR:બિનજામીનપાત્ર કલમ લગાવવામાં આવી; સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધી વિરુદ્ધ પોસ્ટ કરી હતી
    Next Article
    ભાવનગરમાં નવા સંવતમાં 'સવાયા' વેપારની આશા સાથે બજારો ખુલી:લગ્નસરાની સીઝનમાં તેજીની વેપારીઓને આશા, સોમવારથી ધંધા-રોજગાર રાબેતા મુજબ ધમધમશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment