Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સામે FIR:બિનજામીનપાત્ર કલમ લગાવવામાં આવી; સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધી વિરુદ્ધ પોસ્ટ કરી હતી

    7 hours ago

    કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને ગાંધી પરિવારને લઈને કરેલી ટિપ્પણીને કારણે મંડીના BJP સાંસદ કંગના રનૌત મુશ્કેલીમાં ફસાતી નજરે પડી રહી છે. નિવૃત્ત કેપ્ટન અતુલ શર્માની ફરિયાદ પર શિમલા પોલીસે બાલૂગંજ પોલીસ સ્ટેશનમાં સાંસદ વિરુદ્ધ FIR નોંધાવી છે. કંગનાએ 10 નવેમ્બરે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરી હતી. આ અંગે નિવૃત્ત કેપ્ટન અતુલ શર્માએ હિમાચલના DGPને ફરિયાદ કરી હતી. અતુલ શર્માએ કંગનાના નિવેદન સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ ભ્રામક, અપ્રમાણિત અને ઉશ્કેરણીજનક છે અને તેનાથી જાહેર શાંતિ તથા સામાજિક સૌહાર્દ પ્રભાવિત થઈ શકે છે. DGPના નિર્દેશો પર શિમલા પોલીસે ગઈ રાત્રે કેસ નોંધ્યો હતો. આ કલમો હેઠળ કેસ નોંધાયો પોલીસે BNSની કલમ 196(1)(b), 353(2) અને 356(2) હેઠળ FIR નોંધાવી છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં મુખ્યત્વે કલમ 196 અને 353 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ કલમ 197 હેઠળ પણ તપાસ કરવાની વિનંતી કરી હતી, પરંતુ FIRમાં કલમ 197 લાગુ કરવામાં આવી નથી. ASI મદન લાલને તપાસ સોંપાઈ FIR મુજબ, મામલાની તપાસ ASI મદન લાલને સોંપવામાં આવી છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં કંગનાની પોસ્ટને ભ્રામક, અપ્રમાણિત અને ઉશ્કેરણીજનક ગણાવતા આશંકા વ્યક્ત કરી હતી કે તેનાથી જાહેર શાંતિ અને સામાજિક સૌહાર્દ પ્રભાવિત થઈ શકે છે. જાણો, નિવૃત્ત કેપ્ટને ફરિયાદમાં શું કહ્યું આવી પોસ્ટથી અશાંતિનો ખતરો: અતુલ શર્માએ સંજય ગાંધીના અવસાન બાદ મેનકા ગાંધીને પરિવારના નિવાસસ્થાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવા સંબંધિત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આવી ટિપ્પણીઓ રાજકીય અસંમતિથી આગળ વધીને જાહેર વૈમનસ્ય અને અશાંતિ પેદા કરી શકે છે. અપુષ્ટ અને ઉશ્કેરણીજનક દાવાઓની મંજૂરી બંધારણ આપતું નથી: ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે, પરંતુ તેના હેઠળ અપુષ્ટ અને ઉશ્કેરણીજનક દાવાઓ પ્રસારિત કરવાની ખુલ્લી છૂટ મળતી નથી. 4 કલમો હેઠળ FIR નોંધવાની માંગ: તેમણે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 196, 197 અને 353 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 હેઠળ FIR નોંધવાની વિનંતી કરી છે. હવે જાણો, કંગનાએ પોસ્ટમાં શું-શું કહ્યું હતું… પહેલું નિવેદનઃ રાજીવ ગાંધીની હત્યાના દિવસે સોનિયા સાથે નહોતી ગઈ કંગના રનૌતે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક સોશિયલ મીડિયા પોસ્ટ ફરીથી શેર કરી, જેમાં લખવામાં આવ્યું હતું કે જે દિવસે રાજીવ ગાંધીની હત્યા થઈ હતી, તે દિવસે તેઓ સોનિયાને સાથે લઈ જવા માગતા હતા, પરંતુ તેઓ ગઈ નહોતી. ત્યારબાદ કંગનાએ લખ્યું, સોનિયા ગાંધીની બાયોગ્રાફી પોતાના જ પગ પર કુહાડી મારવા જેવી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે રાજીવ ગાંધીની હત્યા થયેલા દિવસે તેઓ તેમની સાથે શા માટે ગઈ નહોતી. તેમણે તેનું કારણ થાક અને સુસ્તી જેવી સમસ્યાઓ ગણાવી હતી. હવે આપણને ખબર પડી ગઈ છે કે રાહુલ ગાંધીને પોતાની માતા પાસેથી જ પોતાને મુશ્કેલીમાં મૂકવાની આ કળા વારસામાં મળી છે. બીજું નિવેદનઃ કમાણી નથી, તો સોનિયા ગાંધી દુનિયાની અમીર મહિલા કેવી રીતે બની કંગનાએ આગલી પોસ્ટમાં લખ્યું, જીવનમાં એક પણ પૈસો કમાયા વિના તેઓ 1991માં દુનિયાની સૌથી અમીર મહિલા કેવી રીતે બની ગયાં? શું તેમના નામે સ્વિસ બેંકના ખાતાઓમાં 2 અબજ ડૉલરથી વધુ રકમ જમા હતી? વાહ. પરિવારના તમામ લોકોનાં અચાનક મૃત્યુ બાદ સહાનુભૂતિ મેળવનારી એક ગરીબ ઇટાલિયન વિધવા અબજોપતિ બની ગઈ? તેમની જીવનચરિત્ર આ સવાલોના જવાબ કેમ આપતી નથી? ત્રીજું નિવેદનઃ રાજીવ ગાંધી અને મેનકા ગાંધીના સંબંધો પર સવાલ કંગનાએ સોશિયલ મીડિયા પર મેનકા ગાંધીએ સિમિ ગરેવાલને આપેલો ઇન્ટરવ્યૂ ફરી પોસ્ટ કર્યો, જેમાં મેનકાએ કહ્યું હતું કે તેમને પરિવાર સાથે ભોજનના ટેબલ પર બેસવાની પણ પરવાનગી નહોતી. આ અંગે કંગનાએ લખ્યું, ‘મેનકા કહે છે કે તે અને ઇન્દિરા ગાંધી, બંને એક ત્રીજા વ્યક્તિને કારણે પીડિત હતાં. એ ત્રીજો વ્યક્તિ કોણ હતો? 22 વર્ષની ઉંમરે મેનકા વિધવા થઈ ગઈ હતી. મેનકાને પરિવારની સાથે જમવાની મેજ પર બેસવાની મંજૂરી નહોતી અને તેમને ઘર છોડવું પડ્યું હતું. સોનિયા ગાંધીએ પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે તેનું કારણ એ હતું કે તેમના વિરોધી પક્ષોમાં મિત્રો હતા.’ ‘પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે રાજીવ ગાંધી રાજકારણમાં આવવા ઇચ્છુક નહોતા. તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેમને વડાપ્રધાન બનવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તો પછી મેનકાને પરિવારથી દૂર કોણ કરવા માગતું હતું?’ કંગનાએ આગળ લખ્યું કે મેનકા આ વાતથી આશ્ચર્યચકિત હતી, કારણ કે પરિવારના બાકીના બધા લોકો મૃત્યુ પામવાના હતા અને તેમને લાગતું હતું કે તેમના પરિવારથી છૂટકારો મેળવવાનો આ એકમાત્ર રસ્તો હતો. ચોથું નિવેદનઃ સોનિયાના આવ્યા બાદ અનેક મોત થવું સંયોગ સોનિયા ગાંધીની બુક રિલીઝ થયા બાદ કંગનાએ લખ્યું હતું, 'ફિલ્મ 'ઇમરજન્સી' માટે મેં ભારતીય રાજકારણ અને ગાંધી પરિવાર પર ઘણું સંશોધન કર્યું હતું. આ દરમિયાન એક વાત મારી સમજની બહાર રહી. એક રહસ્યમય વિદેશી મહિલા ગાંધી પરિવારમાં આવે છે. ત્યારબાદ ઇન્દિરા ગાંધીની હત્યા થઈ જાય છે. પછી વડાપ્રધાન પદના સંભવિત દાવેદારો સંજય ગાંધી અને રાજીવ ગાંધીની પણ હત્યા થઈ જાય છે. આ ઘટનાઓ બાદ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે માત્ર એક વ્યક્તિ બચે છે અને તે છે સોનિયા ગાંધી. લોકોએ એ વાત પર પણ ધ્યાન આપ્યું નહીં કે આટલા બધા સંયોગો એકસાથે કેવી રીતે થયા.'
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના કાવ્યએ પાકિસ્તાનના વધુ એક બેટરને પેવેલિયન ભેગો કર્યો:ભારતીય બોલર્સે જબરદસ્ત કમબેક કર્યું, ધડાધડ વિકેટો પાડી દીધી; PAKનો સ્કોર 330/7
    Next Article
    બરવાળામાં ભાજપ સંગઠનની બેઠક યોજાઈ:નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમના આયોજન અને સંગઠન મજબૂત કરવા ચર્ચા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment