Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલડી NID ચાર રસ્તા પાસે રિક્ષામાં લટકીને સ્ટંટ કર્યો:વીડિયો વાઇરલ થતા ટ્રાફિક પોલીસે લાઇસન્સ વગર રિક્ષા ચલાવનાર સામે ગુનો નોંધ્યો

    6 hours ago

    અમદાવાદના પાલડી NID ચાર રસ્તા પાસે ચાલુ રિક્ષાની બહાર બે યુવક લટકીને જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોના આધારે N ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી વટવાના રિક્ષાચાલકને ઝડપી પાડ્યો છે, જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. વાહનચાલકે વીડિયો ઉતારી વાઇરલ કર્યો પાલડીથી NID જવાના રસ્તા પર ચાલુ રિક્ષાની બહારની બાજુએ બે યુવક લટકીને સ્ટંટ કરી રહ્યા હતા, જેનાથી અન્ય રાહદારીઓ અને ખુદ યુવકોના જીવ જોખમાયા હતા. પાછળ આવી રહેલા એક વાહનચાલકે આ ઘટનાનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. તપાસમાં રિક્ષાચાલક પાસે લાઇસન્સ ન હોવાનું ખુલ્યું વાઇરલ વીડિયોના આધારે N ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષાના નંબર પરથી વટવાના રિક્ષાચાલક હિંમત હરીશભાઈ વાઘેલાને ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે 11 નવેમ્બરની રાત્રે દિવાળીમાં રસ્તો સુમસામ હોવાથી મિત્રો સાથે ફરતી વખતે સ્ટંટ કર્યાની કબૂલાત કરી હતી. તેની પાસે લાઇસન્સ પણ ન હોવાથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા જિલ્લામાં પ્રતિમાઓની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ:જનજાતીય ગૌરવ સપ્તાહમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિતના લોકો જોડાયા
    Next Article
    Delhi’s toxic air: Athletes must keep training, but many can’t afford to leave

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment