Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદીના માહોલ વચ્ચે વેપારના શ્રીગણેશ:કાપડના વેપારીઓએ લાભ પાંચમે શુભ મુહૂર્તમાં દુકાનો ખોલી, લગ્નસરાની સિઝન સારી જાય તેવી પ્રાર્થના કરી

    1 day ago

    લાભ પાંચમના પાવન પર્વ નિમિત્તે સુરતના કાપડના વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા-અર્ચના કરીને નવા વર્ષના ધંધા-વ્યવસાયના શ્રીગણેશ કર્યા છે. દિવાળી પહેલા યાર્ન અને ગ્રેના ભાવમાં થયેલા અતિશય વધારાને કારણે વેપારીઓને 25થી 30 ટકા જેટલો ફટકો પડ્યો હતો. જોકે, હવે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતા કાચો માલ સસ્તો થવાની અને આગામી લગ્નસરાની સિઝનમાં સારી ઘરાકી નીકળવાની વેપારીઓને પૂરી આશા છે. શુભ મુહૂર્તમાં પૂજા-અર્ચના કરી નવા ઓર્ડરો લેવાની શરૂઆત લાભ પાંચમના શુભ દિવસે સુરતના કાપડના વેપારીઓએ પોતાની દુકાનો ખોલીને વિધિવત પૂજા-અર્ચના કરી હતી. વેપારીઓએ આખું વર્ષ ધંધામાં બરકત રહે તેવી પ્રાર્થના કરી હતી અને શુભ મુહૂર્તમાં નવા ઓર્ડરો લઈ માલ રવાના કરવાની શરૂઆત કરી હતી. ગત વર્ષે ઓગસ્ટ બાદ બજારમાં મંદીનો માહોલ રહ્યો હોવાથી, આ વર્ષે દિવાળી બાદ શરૂ થનારી લગ્નસરાની સિઝનમાં સારી ખરીદી નીકળે તેવી વેપારીઓ કામના કરી રહ્યા છે. ક્રૂડના ભાવ ઘટતા કાપડ બજારમાં તેજીનો સંચાર થવાની શક્યતા દિવાળી પહેલા યાર્ન અને ગ્રેના ભાવમાં થયેલા અતિશય વધારાની કાપડ ઉદ્યોગ પર માઠી અસર પડી હતી, જેના કારણે વેપારીઓને દિવાળીની સિઝનમાં 25થી 30 ટકા જેટલું નુકસાન વેઠવું પડ્યું હતું. હવે દિવાળી બાદ ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા હોવાથી આગામી દિવસોમાં યાર્ન અને ગ્રેના ભાવ પણ ઘટશે તેવી શક્યતા છે. કાચો માલ સસ્તો થવાથી બજારમાં ફરી તેજી આવશે તેવી વેપારીઓને અપેક્ષા છે. યાર્ન-ગ્રેનો આવો ભાવવધારો ક્યારેય જોયો નથી: વેપારી કાપડના વેપારી હરેશ લાલવાણીએ જણાવ્યું કે, અમે લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્ત જોઈને દુકાન શરૂ કરીએ છીએ અને આખું વર્ષ સારું જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. દિવાળી પહેલા યાર્ન અને ગ્રેમાં જે અતિશય ભાવવધારો થયો હતો, તેવી સ્થિતિ મેં આટલા વર્ષોમાં ક્યારેય જોઈ નથી. હવે ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે, ત્યારે યાર્ન-ગ્રેના ભાવ ઘટવાની સાથે લગ્નસરા અને તહેવારોની ઘરાકી સારામાં સારી નીકળશે તેવી અમને આશા છે.
    Click here to Read More
    Previous Article
    ‘સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી નહોતી, લગાડવામાં આવી હતી’:સોનિયા ગાંધીના પુસ્તકના દાવા પર SIT ચીફે કહ્યું- આગનું કારણ 'વિવાદિત' ગણાવવું તદ્દન ખોટું
    Next Article
    લાભપાંચમે સાળંગપુર મંદિરે ભક્તોની ભીડ ઉમટી:નવા ધંધાની શરૂઆત પહેલાં વેપારીઓએ દાદાના આશીર્વાદ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment