Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદ માર્ચમાં બર્બરતા- સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી:પોલીસ પર હુમલો કરનાર કોણ, તેની તપાસ માટે SIT બનાવવાનો નિર્ણય લેવાય એવી શક્યતા

    7 hours ago

    સુપ્રીમ કોર્ટ સોમવારે તે અરજીઓ પર સુનાવણી કરવાની છે, જેમાં 20 જુલાઈના સંસદ માર્ચ દરમિયાન પોલીસ પર બર્બરતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેસ CJI સૂર્યકાંતની બેન્ચમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે પરીક્ષાઓમાં ગેરરીતિ અને NEET પેપર લીક વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન 36 દિવસ સુધી ચાલ્યું હતું. 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ પ્રદર્શન સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. કોર્ટનું ફોકસ 2 મુદ્દા પર… અગાઉની સુનાવણીમાં કહ્યું હતું કે- ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને છોડવામાં ન આવે 28 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્યોને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કોઈ પણ કડક કાર્યવાહી કરવાથી રોક્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોય તો તેમને મુક્ત કરી દેવામાં આવે. અદાલતે મહારાષ્ટ્ર, બિહાર, આસામ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળ સરકારને નોટિસ જારી કરી હતી અને તેમના એડવોકેટ જનરલને આગામી સુનાવણીની તારીખે ઓનલાઈન હાજર રહેવા જણાવ્યું હતું. જે રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, અદાલતે ત્યાં સીસીટીવી ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, બોડી-કેમેરા ફૂટેજ, વાયરલેસ કમ્યુનિકેશન રેકોર્ડ, PCR લોગ અને વિરોધ પ્રદર્શન સંબંધિત અન્ય ડિજિટલ પુરાવાઓને સુરક્ષિત રાખવા માટે નિર્દેશો જારી કર્યા હતા. 20 જુલાઈના રોજ સંસદ માર્ચમાં લાઠીચાર્જ થયો હતો 20 જુલાઈએ દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાકર્મીઓએ સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહેલી ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ છોડ્યા. પ્રદર્શનકારીઓ NEET પેપર લીક કેસને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા હતા. 25 જુલાઈએ પ્રધાનના રાજીનામા અને જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાની માગ સ્વીકારવામાં આવતા આંદોલન સમાપ્ત થઈ ગયું હતું. 20 જુલાઈના સંસદ માર્ચની 2 તસવીરો… 'ફેસિયલ રિકગ્નિશન'ના ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી રાજ્યસભાના એક સાંસદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજી (FRT) અને બાયોમેટ્રિક સર્વેલન્સની અન્ય પદ્ધતિઓના ઉપયોગને પડકારવામાં આવ્યો છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના કેરળમથી રાજ્યસભાના સભ્ય એએ રહીમે માગ કરી છે કે શાંતિપૂર્ણ જાહેર સભાઓમાં કોઈપણ ભેદભાવ વિના બાયોમેટ્રિક સર્વેલન્સનો ઉપયોગ ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. પહેલા પણ 3 વાર સુપ્રીમ કોર્ટ પહોંચી કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલી અરજી 1. પહેલી વાર- 24 મે, માગ હતી- CJP બનાવનારાઓની ગતિવિધિઓની તપાસ CBI કરે અરજદારના વકીલ એનકે ગોસ્વામીનો દાવો હતો કે CJP, ન્યાયતંત્રની છબી ખરાબ કરી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે કહ્યું, ‘આને આટલી ભાવુકતાથી ન લો.’ આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી દરમિયાન આપવામાં આવેલા મૌખિક અદાલતી નિવેદનોના વ્યાપારીકરણ સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આના પર CJIએ જવાબ આપ્યો હતો- “હાલમાં આવી કોઈ ગંભીર કટોકટી નથી. જોઈએ શું થાય છે.” 2. બીજી વાર- 22 જુલાઈ, માગ હતી- કોકરોચ પાર્ટીના સમર્થકો પર લાઠીચાર્જની તપાસ થાય એક વકીલે CJIની આગેવાની હેઠળની 3 જજોની બેન્ચ સમક્ષ જનહિત અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન અરજદાર વકીલે કહ્યું- વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. પરંતુ તેમના પર પોલીસની બર્બરતાના વીડિયો પણ છે. જો શક્ય હોય તો, કેસની સુનાવણી વહેલી કરવામાં આવે. આના પર CJI સૂર્યકાંતે કહ્યું હતું કે, 'અમને વીડિયોમાં રસ નથી, અમારી પાસે જોવાનો સમય નથી.' જ્યારે વકીલે વિદ્યાર્થીઓ સાથે મારપીટના વીડિયો જોવાની બીજી વાર વિનંતી કરી ત્યારે CJIએ કહ્યું, 'અમારો અને તમારો સમય બગાડો નહીં. 3. ત્રીજી વાર- 24 જુલાઈ, માગ હતી- પોલીસ પર નિયંત્રણ જરૂરી, કોર્ટ અમારી વચ્ચે આવી રહી છે આ વખતે મામલો સીનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણને ઉઠાવ્યો. તેમણે કોર્ટમાં જણાવ્યું કે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પોલીસ હિંસા સંબંધિત 2 અરજીઓ દાખલ કરવામાં આવી છે. આમાં ઘણા રાજ્યો પક્ષકાર તરીકે સામેલ છે. તેમનો ઉલ્લેખ પહેલા એટલા માટે કરવામાં આવ્યો ન હતો કારણ કે તેઓ ડાયરી નંબરની રાહ જોઈ રહ્યા હતા. આ દલીલો પછી CJIએ કહ્યું, "તેને લિસ્ટિંગમાં આવવા દો, અમે તેના પર સુનાવણી કરીશું." આ પહેલા એક અન્ય કેસની સુનાવણી દરમિયાન CJIએ કહ્યું હતું કે - મેં CJPના પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જ સંબંધિત કોઈપણ અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો નથી. હકીકત એ છે કે કોઈ રિટ અરજી દાખલ કરવામાં આવી ન હતી. મીડિયાએ પણ ખોટા સમાચાર ચલાવ્યા.
    Click here to Read More
    Previous Article
    ‘Reservation Hatao Andolan’ gets caste and merit wrong
    Next Article
    જામનગરમાં નશામાં ધૂત શખ્સે હોબાળો મચાવ્યો:પોલીસે ઝડપી દારૂબંધી ભંગનો ગુનો નોંધ્યો; હોસ્પિટલમાં સારવાર અપાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment