Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં નશામાં ધૂત શખ્સે હોબાળો મચાવ્યો:પોલીસે ઝડપી દારૂબંધી ભંગનો ગુનો નોંધ્યો; હોસ્પિટલમાં સારવાર અપાવી

    1 day ago

    જામનગરના દરબારગઢ સર્કલ વિસ્તારમાં રવિવારે સાંજે દારૂના નશામાં હોબાળો મચાવનાર એક શખ્સને સિટી 'એ' ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે દારૂબંધી ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તબિયત લથડતાં પોલીસે માનવતાના ધોરણે તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર પણ અપાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દરબારગઢ સર્કલ પાસે એક શખ્સ દારૂના નશામાં અર્ધનગ્ન હાલતમાં જાહેર માર્ગ પર પડી રહ્યો હતો અને બકવાસ કરતો હતો. આ દ્રશ્ય જોઈને રાહદારીઓ અને વાહનચાલકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં સિટી 'એ' ડિવિઝન પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને શખ્સને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ શાહનવાઝ સલીમભાઈ ખીરા (ઉંમર 29, જાતે સુમરા, રહે. બાઇનીવાડી, ચૂનાના ભઠ્ઠા પાસે) જણાવ્યું હતું. પોલીસ તપાસમાં તે દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ થયું હતું. આ દરમિયાન આરોપીની તબિયત બગડતાં અને તેને વારંવાર ખેંચ આવતી હોવાનું ધ્યાનમાં આવતા, પોલીસે માનવતા દાખવી તેને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાવી હતી. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે શાહનવાઝ સલીમભાઈ ખીરાને દારૂ પીવાની ટેવ છે. અગાઉ પણ તેની સામે સિટી 'એ' ડિવિઝન પોલીસ મથકે દારૂબંધી ભંગના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સંસદ માર્ચમાં બર્બરતા- સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી:પોલીસ પર હુમલો કરનાર કોણ, તેની તપાસ માટે SIT બનાવવાનો નિર્ણય લેવાય એવી શક્યતા
    Next Article
    ગુજરાત પરથી વાદળો ગાયબ, વરસાદનું જોર ઘટ્યું:24 કલાકમાં સૌથી વધુ રાજકોટમાં પોણા ત્રણ ઈંચ વરસાદ; દરિયાકાંઠે ભારે પવનની સંભાવના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment