Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાભપાંચમે સાળંગપુર મંદિરે ભક્તોની ભીડ ઉમટી:નવા ધંધાની શરૂઆત પહેલાં વેપારીઓએ દાદાના આશીર્વાદ લીધા

    1 day ago

    લાભ પાંચમના દિવસે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી છે. વેપારીઓ નવા વર્ષના ધંધા-રોજગારની શરૂઆત દાદાના આશીર્વાદ સાથે કરી રહ્યા છે. સાળંગપુર યાત્રાધામમાં મંદિરથી બહારના રસ્તા સુધી દર્શન માટે લાંબી કતારો લાગી છે. દિવાળીના તહેવારથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ભક્તોએ કષ્ટભંજન હનુમાનજીનાં દર્શન કર્યા છે. લાભ પાંચમે વેપારીઓ ધંધા-રોજગારના શુભ મુહૂર્ત કરે છે. અનેક વેપારીઓ દાદાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લઈને નવા વ્યવસાયની શરૂઆત કરી રહ્યા છે. લાભ પાંચમ અને શનિવારના સંયોગે દાદાને ડાયમંડનો મુગટ પહેરાવી શણગાર કરવામાં આવ્યો છે. ભક્તો દાદાનાં દર્શન કરી રહ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ જવાનો છેલ્લા પાંચ દિવસથી ફરજ બજાવી રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા અને ભક્તોની સુવિધા માટે પોલીસ કામગીરી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મંદીના માહોલ વચ્ચે વેપારના શ્રીગણેશ:કાપડના વેપારીઓએ લાભ પાંચમે શુભ મુહૂર્તમાં દુકાનો ખોલી, લગ્નસરાની સિઝન સારી જાય તેવી પ્રાર્થના કરી
    Next Article
    WWE SmackDown Results (11/13/26): Cena Gets Emotional, Vaquer Returns, & More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment