Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતમાં યુવતીની છેડતી બાદ હુમલો:ગાડી પર બેસવાની ના પાડતા નશામાં ધૂત શખ્સે ટોળા સાથે મળી માતા-પુત્રી સહિત પરિવારને ફટકાર્યો

    6 hours ago

    શહેરના લિંબાયત વિસ્તારમાં યુવતીને ગાડી પર બેસાડવા જેવી સામાન્ય બાબતના વિવાદમાં અસામાજિક તત્વોએ ભારે આતંક મચાવી માતા-પુત્રી સહિત પરિવાર પર હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આક્ષેપ છે કે નશામાં ધૂત શખ્સે તેના સાગરીતો સાથે મળીને ઘરમાં ઘૂસી માર મારતા અને પથ્થરમારો કરતા માતા-પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે લિંબાયત પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. યુવતીએ ગાડી પર બેસવાની ના પાડતા વિવાદ વકર્યો લિંબાયત વિસ્તારમાં રહેતા એક મહિલાના પુત્રીને પરવીન નામના શખ્સે રસ્તામાં રોકીને ગાડી પર બેસી ફરવા આવવા માટે દબાણ કર્યું હતું. આ અંગે ઇજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું કે, "પરવીન મને કહેતો હતો કે 'ચાલ મારી ગાડી પર બેસી જા, તને ફરવા લઈ જાઉં' અને ગંદુ બોલતો હતો. મેં ના પાડી તો તેણે ઘરે આવીને મને ફટકા માર્યા હતા. ત્યારબાદ રાત્રે 10થી 15 જણાના ટોળાએ આવીને મને, મારી મમ્મી, બહેન, જીજા અને ભાઈ સહિત પાંચ જણાને ઢોર માર માર્યો હતો." ઘરમાં ઘૂસી હુમલો અને પથ્થરમારો કરતા માતા બેભાન આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવતીનાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,અમે સમાધાન કરી લીધું હોવા છતાં પરવીન અને તેના પરિવારના સભ્યોએ ઘરમાં ઘૂસીને મારા પર હુમલો કર્યો હતો, જેમાં માથા અને હાથ-પગમાં ફટકા વાગતા હું બેભાન થઈ ગઈ હતી. હું હોસ્પિટલથી સારવાર લઈને પરત આવી ત્યારબાદ ફરી રાત્રે 15 જણાના ટોળાએ અમારા ઘર પર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો." પોલીસની કામગીરી સામે આક્ષેપ, હાલ તપાસ શરૂ ભોગ બનનાર પરિવારે પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં આરોપી પોલીસ સમક્ષ હાજર થયો નથી અને માફી માંગવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી છે. હાલ ઇજાગ્રસ્ત માતા-પુત્રી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે લિંબાયત પોલીસે સમગ્ર મામલે નિવેદનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પાસે દીપડી અને બે બચ્ચા દેખાયાં:વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વન વિભાગે પાંજરાં ગોઠવી પેટ્રોલિંગ વધાર્યું
    Next Article
    કલોલમાં પરિવાર ડાકોર દર્શને ગયો ને તસ્કરો બંધ મકાનમાં ત્રાટક્યા:તિજોરી તોડી ₹3.65 લાખના દાગીના તથા રોકડ ચોરી રફૂચક્કર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment