Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પાસે દીપડી અને બે બચ્ચા દેખાયાં:વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વન વિભાગે પાંજરાં ગોઠવી પેટ્રોલિંગ વધાર્યું

    6 hours ago

    નવસારીના દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પાસે દીપડી અને તેનાં બે બચ્ચાં દેખાયાં છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વન વિભાગે પાંજરાં ગોઠવ્યાં છે અને રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું છે. સાંજના સમયે અવરજવર કેમેરામાં કેદ દીપડી અને બચ્ચાં મેમોરિયલથી થોડે દૂર સ્ટેટ હાઇવે પાસેની ગીચ ઝાડીઓમાં દેખાયાં હતાં. સાંજના સમયે તેમની અવરજવર કેમેરામાં કેદ થઈ હતી. દિવાળી અને નવા વર્ષની રજાઓમાં શાળા-કોલેજોમાં વેકેશન હોવાથી પ્રવાસીઓ પરિવાર સાથે દાંડી આવી રહ્યા છે. દીપડી અને બચ્ચાં હાઇવે તથા મેમોરિયલ નજીક દેખાયાં હોવાના અહેવાલ બાદ પ્રવાસીઓ સુરક્ષાને લઈને ચિંતિત છે. કેટલાક પ્રવાસીઓ સાંજ પછી ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળી રહ્યા છે. સાંજે એકાંત અથવા ઝાડીઓવાળા રસ્તે જવાનું ટાળવું વીડિયો સામે આવ્યા બાદ વન વિભાગે દીપડીને પકડવા માટે વિસ્તારમાં પાંજરાં ગોઠવ્યાં છે. ટીમોએ રાત્રિ પેટ્રોલિંગ પણ વધાર્યું છે. વન વિભાગે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સાવચેત રહેવા કહ્યું છે. વહેલી સવારે અને મોડી સાંજે એકાંત અથવા ઝાડીઓવાળા રસ્તે જવાનું ટાળવા અને બાળકોનું ધ્યાન રાખવા સૂચના આપી છે. વિભાગની ટીમો અને સીસીટીવી દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લાભપાંચમના શુભ અવસરે બજારો ધમધમ્યા, વેપાર-ધંધાના શ્રીગણેશ:વેપારીઓએ ડિજિટલ માધ્યમ અને પરંપરાગત ચોપડાની પૂજા કરી, જ્ઞાન પાંચમને લઈ જૈન બંધુઓને શુભેચ્છાઓ પાઠવી
    Next Article
    લિંબાયતમાં યુવતીની છેડતી બાદ હુમલો:ગાડી પર બેસવાની ના પાડતા નશામાં ધૂત શખ્સે ટોળા સાથે મળી માતા-પુત્રી સહિત પરિવારને ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment