Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાભપાંચમના શુભ અવસરે બજારો ધમધમ્યા, વેપાર-ધંધાના શ્રીગણેશ:વેપારીઓએ ડિજિટલ માધ્યમ અને પરંપરાગત ચોપડાની પૂજા કરી, જ્ઞાન પાંચમને લઈ જૈન બંધુઓને શુભેચ્છાઓ પાઠવી

    6 hours ago

    દિવાળી પર્વના પાંચ દિવસના વેકેશન બાદ આજે લાભપાંચમના પાવન દિવસે વડોદરા શહેરના નાના-મોટા બજારો સહિત નવા વેપાર-ધંધાની શુભ શરૂઆત થઈ છે. શહેરના વેપારીઓએ નૂતન વર્ષ વિક્રમ સંવત 2083 લાભદાયી નીવડે તેવી કામના સાથે પોતાના વ્યવસાયના સ્થળોએ પૂજા-અર્ચના કરીને મુહૂર્તના સોદા કર્યા હતા. બજારો ખુલતાની સાથે જ ગઈકાલ સુધી સૂમસામ ભાસતા શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં ફરી એકવાર ભારે ચહલપહલ જોવા મળી હતી. લગ્નસરાની ખરીદી અને નવી સાઇટોના ખાતમુહૂર્તથી બજારોમાં રોનક લાભપાંચમના શુભ મુહૂર્તમાં બિલ્ડરો દ્વારા નવી કન્સ્ટ્રક્શન સાઇટોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જ્યારે નાગરિકોએ નવા વાહનો અને ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. આગામી લગ્નસરાની મોસમને ધ્યાનમાં રાખીને પરિવારો કપડાં અને સોના-ચાંદીની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. હાથીખાના બજારથી લઈને શોપિંગ મૉલ્સ સુધી ગ્રાહકોની ભીડ જોવા મળી હતી, જ્યારે દુકાનોના શણગાર માટે ફૂલ બજારમાં પણ ભારે ધસારો રહ્યો હતો. કેટલાક વેપારીઓ મુહૂર્તના સોદા કરીને પરિવાર સાથે ફરવા નીકળી પડ્યા હતા. આધુનિક યુગમાં પણ પરંપરાગત ચોપડા પૂજન: CAIT પ્રેસિડન્ટ વડોદરા વ્યાપાર વિકાસ એસોસિએશન અને કેટ (CAIT) ગુજરાતના પ્રેસિડન્ટ પરેશ પરીખે સમગ્ર ગુજરાતના વેપારીઓને સંવત 2083ની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, કોમ્પ્યુટરના આધુનિક યુગમાં પણ વેપારીઓ ડિજિટલ માધ્યમ અને પરંપરાગત ચોપડા બંનેનું પૂજન કરે છે. આજે ચોપડામાં 'શ્રી લાભ ખાતે જમા' અને 'શ્રી લાભ ખાતે ઉધાર' લખીને મિતી દોરવાની પરંપરા નિભાવવામાં આવી હતી. આ ઉપરાંત જ્ઞાન પાંચમના પર્વ નિમિત્તે તેમણે સૌ નાગરિકો પર મા સરસ્વતીની કૃપા બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શાકભાજીવાળા અને રિક્ષા ચાલકોના વોટ્સએપ ગ્રુપથી 260 બાળકો શોધ્યા:સુરતમાં 20 કિ.મી. વિસ્તારમાં બે દિવસે 1 બાળક ગુમ, બાળકીઓની સંખ્યા વધારે; 7 મહિનામાં ડબલ
    Next Article
    નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પાસે દીપડી અને બે બચ્ચા દેખાયાં:વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વન વિભાગે પાંજરાં ગોઠવી પેટ્રોલિંગ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment