Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલમાં પરિવાર ડાકોર દર્શને ગયો ને તસ્કરો બંધ મકાનમાં ત્રાટક્યા:તિજોરી તોડી ₹3.65 લાખના દાગીના તથા રોકડ ચોરી રફૂચક્કર

    6 hours ago

    કલોલ શહેરના પ્રતાપપુરા રોડ પર આવેલા શિવાલય ચાર રસ્તા નજીકની જયજગત વિશ્વનાથ સોસાયટીમાં ધોળા દિવસે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મકાન માલિક નોકરી પર ગયા હતા અને પરિવારજનો ઘરને તાળું મારી ડાકોર દર્શનાર્થે ગયા હતા, તે દરમિયાન અજાણ્યા તસ્કરો લોખંડના ત્રિકમ વડે તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 3.65 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. પાડોશીએ ઘરનું તાળું તૂટેલું જોતાં મકાન માલિકને જાણ કરી જયજગત વિશ્વનાથ સોસાયટીના મકાન નંબર 21માં રહેતા અને ચાંદખેડા ONGC સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કાળાભાઈ શકરાભાઈ વાઘેલા ગઈકાલે સવારે નોકરી પર ગયા હતા. ત્યારબાદ તેમના પરિવારના સભ્યો ઘરને તાળું મારી ચાવી પાડોશી મનોજભાઈને આપીને ડાકોર ફરવા ગયા હતા. સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં મનોજભાઈએ ઘરનું તાળું તૂટેલું હોવાની જાણ કાળાભાઈને ફોન પર કરતાં તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. તિજોરીનું લોકર તોડી દાગીના અને રૂ. 80 હજાર રોકડની ચોરી ઘરે આવીને તપાસ કરતાં મુખ્ય દરવાજા અને લોખંડની જાળીનું તાળું તૂટેલું હતું તથા નજીકમાં લોખંડનું ત્રિકમ પડેલું જોવા મળ્યું હતું. તસ્કરોએ તિજોરીવાળા રૂમમાં સામાન વેરવિખેર કરી લોકર તોડ્યું હતું અને તેમાંથી સોનાનું લોકેટ, સોનાનો દોરો, ચાંદીની ઝાંઝર તેમજ ડ્રોવરમાં મૂકેલા રૂ. 80 હજાર રોકડા મળી કુલ રૂ. 3.65 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લિંબાયતમાં યુવતીની છેડતી બાદ હુમલો:ગાડી પર બેસવાની ના પાડતા નશામાં ધૂત શખ્સે ટોળા સાથે મળી માતા-પુત્રી સહિત પરિવારને ફટકાર્યો
    Next Article
    India's Troika Of Good Luck | Joining The Dots

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment