Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકસિત ભારત માટે સહિયારા પ્રયાસો જરૂરી:સુખપર (રોહા) ખાતે સાંસદ દ્વારા સ્નેહમિલન યોજાયું

    3 days ago

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સહિયારો પ્રયાસ આવશ્યક હોતાં સૌ સહભાગી થાય તેવો અનુરોધ સાંસદ દ્વારા સુખપર રોહા ખાતે યોજાયેલા દિવાળી સ્નેહમિલનમાં કરાયો હતો. રામદેવજી મહારાજ મંદિર ખાતે સાંસદ વિનોદ ચાવડા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં લખમશી ભીમજી ચાવડા પરિવાર દ્વારા દીપોત્સવ અને નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરાઇ હતી. લોકડાયરામાં દિવાળીબેન આહીર, રાજ ગઢવી અને રમેશ જોષીએ પોતાની આગવી કલા અને સંગીતની સુરાવલીઓનો શ્રોતાઓએ મન મૂકીને આનંદ માણ્યો હતો અને સાથે સ્નેહભોજન નો લાભ લીધો હતો. વડા પ્રધાનના વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આપણ સૌ સાથે મળી સંકલ્પબંધ બનીએ તેમ જણાવતા સાંસદે સ્નેહમિલનની રૂપરેખા વર્ણવી હતી. સાંસદના યજમાનપદે યોજાયેલા સમારોહમાં રાજકીય આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો, સ્નેહીજનો અને આમંત્રિત મહેમાનોની વિશાળ ઉપસ્થિતિએ દીપોત્સવને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ સંગઠન સહ મહામંત્રી અરૂણજી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ મહાનગરપાલિકાનાં મેયર દિવ્યાબેન નાથાણી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર તથા મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, તેમજ સંતો સેવાનાથ બાપુ, સરુપદાસજી બાપુ, દિલીપ દાદા, ઉપરાંત જનકસિંહ જાડેજા, દેવરાજભાઈ ગઢવી, વલ્લમજી હુંબલ, દિલીપભાઈ દેશમુખ, તેમજ જીલ્લાના હોદેદારો, જીલ્લા ભાજપના પદાધિકારીઓ, જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, જીલ્લા ભાજપ મોર્ચાના પદાધિકારીઓ, નગરપાલિકાઓના સદસ્યો, એ.પી.એમ.સી અને ખરીદ વેચાણ સંઘના સદસ્યો, વિવિધ બેંકો અને વેપારી એસોશીયેશનના અધિકારી – સદસ્યો, પ્રતિષ્ઠિત સમાજોના અગ્રણીઓ, ચેમ્બરના પદાધિકારીઓ, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સાંસદ તથા તેમના પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    તહેવાર ટાણે જ માર્કેટમાં ગટરના પાણી ફરી વળ્યા:નવી સુંદરપુરીની શાકભાજી અને કપડા માર્કેટમાં ગટરના પાણી વહેતા ગ્રાહકો તથા વેપારીઓની હાલાકી વધી
    Next Article
    લાલ કિલ્લા વિસ્ફોટથી બદનામ થયેલી અલ-ફલાહ યુનિવર્સિટીમાં શું બદલાયું:આતંકવાદી ડૉક્ટરનો રૂમ હજુ પણ સીલ, દાવો- વિદ્યાર્થીઓને નોકરી નથી મળતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment