Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવાર ટાણે જ માર્કેટમાં ગટરના પાણી ફરી વળ્યા:નવી સુંદરપુરીની શાકભાજી અને કપડા માર્કેટમાં ગટરના પાણી વહેતા ગ્રાહકો તથા વેપારીઓની હાલાકી વધી

    3 days ago

    ગાંધીધામમાં તહેવારોની મોસમમાં મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગાંધીધામના નવી સુંદરપુરી પાણીના ચાર રસ્તા ટાંકા પાસે આવેલા સથવારા વાસ અને જય જાગૃત હનુમાનજી મંદિર ચોક બહાર દિવાળી જેવા મોટા તહેવારના પવિત્ર દિવસોમાં જ મુખ્ય રોડ ઉપર ગટર બેફામ ઓવરફ્લો થતાં આખા વિસ્તારમાં ગંદા પાણી ફરી વળ્યા હતા. તહેવારોના માહોલ વચ્ચે ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા થતાં સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને રાહદારીઓમાં નગરપાલિકાના વહીવટી તંત્ર સામે తీవ్ర રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ ગંભીર સમસ્યા અંગે સવારે જ ગાંધીધામ મહાનગરપાલિકાની લીલાશાહ ઓફિસ મધ્યે એક જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા સમયસર કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં, મોટા દિવસોમાં પણ માર્કેટના રોડ ઉપર ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને આ ચોક વિસ્તારમાં એક બાજુ ધમધમતી શાકભાજી માર્કેટ અને કપડા માર્કેટ ભરાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે. આ વ્યસ્ત માર્ગ ઉપર જ ગટરના ગંદા પાણી વહેતા થવાને કારણે ગ્રાહકોને ગંદકી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. બીજી બાજુ, આ જ માર્ગ પર આસ્થાનું કેન્દ્ર સમાન જય જાગૃત હનુમાનજી મંદિર આવેલું છે. મંદિર દર્શને આવતા-જતા શ્રદ્ધાળુઓ અને વરિષ્ઠ નાગરિકોને આ વિસ્તારમાંથી પસાર થતી વખતે ભારે દુર્ગંધનો સામનો કરવો પડે છે. અતિશય દુર્ગંધ મારતા આ ગંદા પાણી સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકોમાં રોષભેર એવા સવાલો ઉઠી રહ્યા છે કે, એક તરફ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પાણીનો કોઈ વ્યક્તિ બગાડ કરે તો તેના ઉપર કાયદેસર દંડની કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ ખુદ તંત્રની નજર સામે જ રોડ ઉપર લાખો લીટર ગંદુ પાણી વહી રહ્યું છે ત્યારે તંત્ર કેમ મૂકપ્રેક્ષક બન્યું છે? ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગટર સફાઈ અને તેની જાળવણી પાછળ લાખો રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ આવી ગટરો કેમ તંત્રને સમયસર દેખાતી નથી? તેવા લોકમુખે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.તહેવારોના દિવસોમાં પ્રજાજનો સ્વચ્છતા અને આનંદ સાથે તહેવાર ઉજવવા ઈચ્છતા હોય છે, ત્યારે આ પ્રકારે ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે ગાંધીધામ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ ક્યારે ઊંઘમાંથી જાગશે અને વહેલી તકે આ ઓવરફ્લો થઈ રહેલી ગટર બંધ કરાવી સાફ-સફાઈની કામગીરી હાથ ધરશે. નવી સુંદરપુરીની શાકભાજી અને કપડા માર્કેટમાં ગટરના પાણી વહેતા ગ્રાહકો તથા વેપારીઓની હાલાકી વધી : ગંદકીથી રોગચાળાનો ભય વારંવાર ઉદ્દભવતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર આપે એક તરફ અત્યારે ગરમી અને ઠંડીની બેવડી સિઝન ચાલી રહી છે, મચ્છરજન્ય રોગોએ પણ માથું ઉંચક્યું છે તેની વચ્ચે મોટા તહેવારોના સમયે જ ગટરના ગંદા પાણી લાંબા સમય સુધી વહ્યા કરે એ લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બને છે, એક તરફ સ્વચ્છતાની વાતો થાય છે અને બીજી તરફ નાગરિકો દ્વારા ફરિયાદો કરાતી હોવા છતા તંત્ર સફાઇ માટે દાદ આપતું નથી , વારંવાર ઉભી થતી આ પરિસ્થીતિ નો કાયમી ઉકેલ તંત્ર દ્વારા કરાય તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કોનું ‘સાલ મુબારક’ કર્યું?:ડિનર પહેલાં જ અમુક મંત્રીઓને ગેસ-એસિડિટી થયાની રમૂજ થઈ; સરકારી CPUમાં સાપ ઘૂસી ગયો, જુઓ ભાગમભાગનો VIDEO
    Next Article
    વિકસિત ભારત માટે સહિયારા પ્રયાસો જરૂરી:સુખપર (રોહા) ખાતે સાંસદ દ્વારા સ્નેહમિલન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment