Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ.પી. રિંગ રોડ પર કાર ઝાડ સાથે અથડાઈ:વકીલ સાહેબ બ્રિજ પાસે અકસ્માતમાં બે વ્યક્તિઓનો ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા

    2 days ago

    અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે વધુ એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં એસ.પી. રિંગ રોડ પર આવેલા વકીલ બ્રિજથી શાંતિપુરા તરફ જવાના રોડ પર પૂરઝડપે જઈ રહેલી કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. કાર ચાલક સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ ​આ અકસ્માતના કારણે એસ.પી. રિંગ રોડ પર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરીને વાહનોની અવરજવર શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં કાર ચાલકનું ધ્યાન હટતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડીવાઈડર પર લાગેલા ઝાડ સાથે અથડાઈ હતી. પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ કાર પાટણ પાસિંગની હોવાનું સામે આવ્યું છે. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે તેમાં વધુ સ્પીડ જણાશે તો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એસજી હાઈવે પર 450 કરોડના સરખેજ-ઈસ્કોન બ્રિજની કામગીરી સામે સવાલો:વાહનચાલકનો વીડિયો વાઈરલ કરી રોડનું પોલિશિંગ યોગ્ય ન થયું હોવાનો દાવો, ચાલકોને ઉબડખાબડ સફર કરવી પડી
    Next Article
    જંગલી ભૂંડનો શિકાર કરતી વખતે દીપડો કૂવામાં પડ્યો:વાંસદાના ચિકટીયા ગામમાં 4 વર્ષના નર દીપડાનું મોત; વન વિભાગે ભૂંડને બચાવી જંગલમાં છોડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment