Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ડ્રગ્સના વેચાણના એડ્રેસ આપનાર તમન્ના સામે વધુ એક ફરિયાદ:છાણી વિસ્તારમાં ઇન્ટીરીયરનું કામ કરાવી 4.50 લાખ રૂપિયા ન ચૂકવ્યા, પતિ પત્ની સામે છેતરપિંડીની ફરિયાદ

    10 hours ago

    વડોદરામાં ડ્રગ્સના વેચાણના એડ્રેસ આપનાર તમન્ના સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. શહેરના છાણી વિસ્તારમાં ફ્લેટનું ઇન્ટીરીયર વર્ક કરાવ્યા બાદ બાકી નીકળતા 4.50 લાખ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ તાંદલજાના ઇન્ટીરીયર ડેકોરેશનના વેપારીએ નોંધાવી છે. ફતેગંજ પોલીસે પતિ સોહેલ સૈયદ અને તેની પત્ની તમન્ના સૈયદ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના તાંદલજામાં રહેતા મહંમદ કલીમ મહંમદ શરીફ શેખ ઇન્ટીરીયર ડેકોરેશનનો વેપાર કરે છે. એપ્રિલ-2024માં તેમના પરિચિત સોહેલ સૈયદે છાણી વેદા-2માં પોતાના નવા ફ્લેટનું ઇન્ટીરીયર કામ કરાવવાનું જણાવી તેમને ફ્લેટ બતાવ્યો હતો. સોહેલ અને તેની પત્ની તમ્મનાની પસંદગી મુજબ ઇન્ટીરીયર ડિઝાઇન, પી.ઓ.પી., ઇલેક્ટ્રિક વાયરિંગ, વુડન ફર્નિચર અને લોખંડની ગ્રીલ સહિતના કામનું ક્વોટેશન તૈયાર કરાયું હતું. 7 લાખ રૂપિયાના ક્વોટેશનમાંથી મિત્રતાના સંબંધે 6.55 લાખ રૂપિયામાં કામ કરવાનું નક્કી થયું હતું. બાદમાં દંપતીએ પડદા, વુડન ફ્લોરિંગ સહિતનું વધારાનું કામ કરાવ્યું હતું, જેની કિંમત 2,69,945 રૂપિયા થઈ હતી. આમ કુલ કામની કિંમત 9,24,945 રૂપિયા થઈ હતી. દંપતીએ શરૂઆતમાં રૂ.25 હજાર સહિત ટુકડે-ટુકડે રોકડ અને ગૂગલ-પે મારફતે કુલ રૂ.4.74 લાખ ચૂકવ્યા હતા. બાકીના રૂ.4,50,945ની વારંવાર માંગણી કરવા છતાં દંપતી ‘વિશ્વાસ રાખો, કામ પૂરું થાય તે પહેલાં આખી રકમ ચૂકવી દઈશું’ કહી સમય પસાર કરતું હતું. જુલાઈ-2024માં ઇન્ટીરીયર અને વધારાનું કામ પૂર્ણ કર્યા બાદ પણ બાકી રકમ ચૂકવવામાં ન આવતા વેપારીએ સોહેલ સૈયદ અને તમ્મના સૈયદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકા તંત્રને વ્યાજમાફી ફળી:રાજકોટમાં છેલ્લા દોઢ મહિનામાં 3,931 કરદાતાઓએ રૂ. 7.22 કરોડ ઠાલવ્યા, પાણીનાં 69 ડમી કનેક્શન લીંકઅપ થયા
    Next Article
    ભાજપ અગ્રણી કે.સી. પટેલને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી:જય પટેલ સામે FIR, સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર વારંવાર ધમકીઓ આપવા બદલ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment